રાખી સાવંતનું ભગવાન વાલ્મીકિ વિરુદ્ધ અપમાનજનક નિવેદન, થશે ધરપકડ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાખી સાવંતનું ભગવાન વાલ્મીકિ વિરુદ્ધ અપમાનજનક નિવેદન, થશે ધરપકડ

રાખી સાવંતનું ભગવાન વાલ્મીકિ વિરુદ્ધ અપમાનજનક નિવેદન, થશે ધરપકડ

 | 2:01 pm IST
  • Share

બોલીવુડ અભિનેત્રી અને આઈટમ ગર્લ રાખી સાવંત હંમેશા પોતાના બડબોલા નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ગત કેટલાક સમય પહેલા રાખીએ ભગવાન વાલ્મીકિ અને તેમને ભગવાન માનનારા લોકો વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યુ હતું. હવે આ મામલામાં રાખીની ધરપકડ પણ થઈ શકે છે. આ મામલામાં કોર્ટ દ્વારા રાખીને વારંવાર સમન્સ મોકલવા છતાં રાખી કોર્ટમાં હાજર થઈ નહતી અને આ મામલામાં સૂનાવણી દરમિયાન પુરાવાના આધારે કોર્ટે રાખીને સાવંતને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે આ વાત સાથે જોડાયેલો એક વીડિયો પણ ચર્ચામાં રહ્યો હતો.

9 માર્ચના રોજ કોર્ટે ધરપકડ વોરેન્ટ જાહેર કરીને પોલીસને આરોપીને પકડીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો. જેથી આ આદેશનું પાલન કરતા સલેમટાબરીની પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી. આ મામલામાં ફરિયાદકર્તા વકીલ મલવિન્દર સિંહ ઘમ્મને જણાવ્યું કે, આરોપી ગમે તેટલી પહોંચવાળો હોય, પરંતુ તે કાયદાથી બચી શકે નહી. કાયદો સૌકોઇ માટે સમાન છે, પોલીસે કોર્ટના આદેશનું પાલન કરી રાખીની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કરવી પડશે.

આ પહેલા પણ રાખી પોતાના બેબાક નિવેદનોના કારણે ચર્ચમાં આવી છે અને રાખી સાવંત વિવાદોમાં ફસાઈ હોય તે કોઇ પ્રથમ મામલો નથી. તમને જણાવી દઇએ કે, હાલમાં જ રાખી સાવંતનો ડ્રેસિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પરંતુ રાખીએ આ વાતથી ઇન્કાર કર્યો હતો અને વીડિયોને ખોટો કહેતા તેને કહ્યુ હતું કે, વીડિયોમાં તેની કોઇ ડુપ્લીકેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન