Raksabandhane expensive to make mouth-sweet chocolate sweets 25% increase
  • Home
  • Ahmedabad
  • ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને નડશે મોંઘવારી? જાણો પેંડા-ચોકલેટમાં આજનો ભાવવધારો

ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને નડશે મોંઘવારી? જાણો પેંડા-ચોકલેટમાં આજનો ભાવવધારો

 | 8:25 am IST

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના તહેવારમાં મોં મીઠું કરાવવાનું મોંઘું બન્યું છે. તહેવારની પૂર્વ સંધ્યાએ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો ઉમટી પડયાં હતા. ખાસ કરીને પેંડા, ચોકલેટ, મીઠાઈ અને ફરસાણના ભાવમાં ૧૫ થી ૨૫ ટકાનો વધારો ઝિંકાયો છે. છેલ્લા કેટલાક સમયથી પેંડાની સાથે સાથે ચોકલેટનું ચલણ પણ વધી ગયું છે.

વિદેશી બનાવટની ચોકલેટમાં ૨૫ ટકા સુધીનો વધારા ઝિંકાતા લોકોએ પેંડા અને ચોકલેટની ખરીદીમાં કાપ મુક્યો છે. સામાન્ય દિવસોમાં વિદેશી બનાવટની ચોકલેટનો ભાવ રૂ.૬૦૦ થી ૫૦૦ હતો તે રૂ.૭૫૦ થી ૭૫૦ થયો છે. આ જ પ્રમાણે પેંડા રૂ.૩૫૦ થી ૭૫૦ કિલો વેચાતા હતા. જે આજે રૂ.૪૦૦ થી રૂ.૯૦૦ કિલો લેખે વેચાયા હતા.

જેમાં કેડબરી સહિત અન્ય ફલેવરના પેંડાના ભાવ રૂ.૧,૧૦૦ કિલો લેખે વેચાયા હતા. થાબડી પેંડાનું ધૂમ વેચાણ થયું હતું. આ થાબડી પેંડા રૂ.૫૫૦ થી ૮૦૦ કિલો હતા. ઉપરાંત રૂ.૧૨૦ના કિલો મળતા નાયલોન ખમણના રૂ.૨૦૦ થઈ ગયા છે. જયારે વાટીદાળના ખમણ, પાત્રા, સેન્ડવિચ ઢોકળા રૂ.૧૮૦ના કિલો મળતા હતા તેના રૂ.૨૫૦ થઈ ગયા છે. 

રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટના તહેવારની જાહેર રજાના કારણે ઘણી હોટેલ-રેસ્ટોરન્ટોએ તહેવારના કારણે એડવાન્સ બુકિંગની ના પાડી છે. ગુજરાતી અને પંજાબી થાળીના ભાવમાં પણ વધારો ઝિંકાયો છે. તેના કારણે આવતીકાલે બહારનું ભોજન લેનારાનું ખિસ્સું વધુ હળવું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન