Raksha Bandhan 2019 shubh Muhurat and Time Dharam karam
  • Home
  • Astrology
  • આ વર્ષે ભદ્રામુક્ત રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું ક્યારે છે શુભમુહૂર્ત

આ વર્ષે ભદ્રામુક્ત રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું ક્યારે છે શુભમુહૂર્ત

 | 8:29 am IST

આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે. ભાઈ અને બહેનના સ્નેહનો પાવન પર્વ. દુનિયાની એવી કોઈ બહેન નહી હોય જે પોતાના ભાઈને રાખડી ન બાંધે. આ એક દિવસ એવો છે જેમાં ભાઈ પોતાની બહેનને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. નશીબદાર હોય છે તે બહેન જેને ભાઈ હોય છે. રક્ષાબંધને રાખડી બાંધવાનું શાસ્ત્રોક્ત રીતે ખુબજ મહત્વ રહેલું છે.

આ પણ વાંચો: 19 વર્ષ બાદ આવ્યો આ વિશેષ સંયોગ, જેવી કામના તેવા રંગના રક્ષાસૂત્રથી કરો ભાઈની રક્ષા

આ પૂર્ણિમાએ શ્રાવણી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે રક્ષાબંધને ભદ્રા ન હોવુ જોઈએ. કેટલાયે વર્ષો પછી આવો શુભ સંયોગ આવી રહ્યો છે. તો પણ સૌથી ઉત્તમ મુહૂર્ત પર રાખડી બાંધવી જોઈએ.

રક્ષા બંધનનું મુહૂર્ત
પંચાગ અનુસાર શ્રાવણ પૂર્ણિમાએ 14 તારીખે બપોરે 3 કલાકથી 46 મિનિટ પર થાય છે પણ 14 તારીખે સૂર્યોદય થવાથી સાંજે 5 કલાક અને 59 મિનિટ સુધી ગુરૂવાર હોવાથી બપોરે 1 કલાક 30 મિનિટથી 3 વાગ્યા સુધી રાહુકાળ રહેશે. 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી ગુલિક કાળ અને 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી યમગંડ રહેશે. આ સમય સિવાય આખો દિવસ રાખડી બાંધી શકાશે.

શુભ સવારે 6.16થી 7.53
ચલ સવારે 11.10થી 12.48
લાભ બપોરે 12.48થી 2.26
અમૃત બપોરે 2.26થી 4.04
શુભ સાંજે 4.04થી 7.19

રક્ષાબંધને રાખડી બાંધતી વખતે આ મંત્રોનો જાપ કરવાથી ભાઈ પર હંમેશા ઇશ્વરની કૃપા રહેશે.

આજે આ મંત્રનો જાપ કરી બાંધો ભાઈને રાખડી
રાખડી બાંધતી વખતે ભાઇના કપાળ પર ચાંદલો કરી રક્ષાસૂત્ર બાંધો અને આ મંત્ર જાપ કરો. || યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ: તેન ત્વામ્ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલ: ||
આ મંત્ર જપી ભાઈના હાથ પર રાખડી બાંધો અને ભાઈને દિર્ઘાયુષ્ય થવાના આશિષ આપો. આ દિવસે ભાઈ માટે જે પણ માંગશો જરૂરથી મળશે.

આ Video જુઓ: જાણો મંત્ર મુદ્રા અને પ્રદક્ષિણાનું મહત્વ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન