Raksha Bandhan 2019: Why should not tie Rakhi in Bhadra mukta dosh know what auspicious time
  • Home
  • Astrology
  • રાખડી બાંધવાનું આ છે શુભ મુહૂર્ત, આ વર્ષે ભદ્રા મુક્ત રક્ષાબંધન

રાખડી બાંધવાનું આ છે શુભ મુહૂર્ત, આ વર્ષે ભદ્રા મુક્ત રક્ષાબંધન

 | 8:27 am IST

15 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ છે. આ પૂર્ણિમાએ શ્રાવણી પૂર્ણિમા પણ કહેવાય છે. ધાર્મિક દ્રષ્ટિથી આ પૂર્ણિમાનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે દેશભરમાં ભાઇ બહેનોના સ્નેહના પવિત્ર તહેવાર રક્ષાબંધન મનાવવામાં આવે છે. પિતૃઓનું પૂજન અને સુખ સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જોકે, શ્રાવણ પૂર્ણિમાના દિવસે જ દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુને રાજા બલિના આપેવા વરદાનના બંધનથી મુક્ત કરાવીને પાતાળ લોકથી વૈકુંઠ લઇને આવ્યા હતા. આ દિવસે અમરનાથ ધામની યાત્રાનું સમાપન થાય છે. પરંતુ સૌથી વધારે મહત્વ શ્રાવણ પૂર્ણિમાનું રક્ષાબંધનના કારણે હોય છે. આ દિવસે બહેન ભાઇના હાથ પર રાખડી બાંધી તેના દીર્ધાયુ અને સ્વાસ્થ્યની કામના કરે છે અને બદલામાં ભાઇ બહેનની રક્ષાના આશીર્વાદ આપે છે.

રક્ષાબંધન સંબંધી નિયમ

ધાર્મિક માન્યતા છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા મુક્ત પૂર્ણિમા તિથિમાં મનાવવો જોઇએ, કેટલા વર્ષો બાદ આવો વિશેષ સંયોગ બને છે કે રક્ષાબંધન પર સૂર્યોદયથી પહેલાજ ભદ્રા સમાપ્ત થઇ રહ્યો છે. જેનાથી આખો દિવસ સૂર્યાસ્ત સુધી ભાઇ-બહેન રક્ષાબંધનનો તહેવાર મનાવી શકે છે. તે બાદ સૌથી સારુ મુહર્ત રક્ષાબંધન માટે કયું છે તે જાણી લો.

આ કારણથી 14 નહિં 15 ઓગસ્ટે મનાવવામાં આવશે રક્ષાબંધન

પંચાંગની ગણના અનુસાર શ્રાવણ પૂર્ણિમાનો આરંભ 14 તારીખના બપોરે 3 વાગ્યે 46 મિનિટ પર થઇ રહ્યો છે. પરંતુ 14 તારીખે ચતુર્દશી તિથિમાં સૂર્યોદય હોવાથી પૂર્ણિમા તિથિનું માન 15 ઓગસ્ટે થઇ રહ્યું છે. કારણકે આ દિવસે પૂનમની તિથિમાં સૂર્યોદય થશે અને સાંજે 5 વાગ્યે 59 મિનિટ સુધી આ તિથિ રહેળે, ગુરૂવારે બપોરે 1 વાગ્યે 30 મિનિટ સુધી રાહુકાળ રહેશે. 9 વાગ્યાથી 10 વાગ્યા 30 મિનિટ સુધી ગુલિક કાળ અને સવારે 6 વાગ્યાથી 7 વાગ્યા 30 મિનિટ સુધી યમગંડ રહેશે. આ સમયને છોડીને આખો દિવસ રક્ષાબંધનનો તહેવાર ઉત્તમ રહેશે.

રાખડીનો મંત્ર

રાખડી બાંધતા સમયે બહેનોને સૌથી પહેલા ભાઇને ચાંદલો કરવો જોઇએ અને રાખડી બાંધતા સમય રક્ષાસૂત્ર મંત્ર બોલવો જોઇએ જેથી રાખડી એક સામાન્ય દોરો નહીં પરંતુ ભાઇ માટે રક્ષાસૂત્ર બને. આ મંત્ર છે – ‘येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल: तेन त्वाम् प्रतिबद्धनामि रक्षे माचल माचल:।

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન