raksha bandhan 2020 rakhi gifts according to Zodiac sign
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ વખતે રક્ષાબંધનને બનાવી દો ખાસ, રાશિ અનુસાર બહેનને આપો પ્યારનો ઉપહાર

આ વખતે રક્ષાબંધનને બનાવી દો ખાસ, રાશિ અનુસાર બહેનને આપો પ્યારનો ઉપહાર

 | 12:31 pm IST
  • Share

રક્ષાબંધન એટલે ભાઇ-બહેનના પ્રેમનો અદ્ભૂત પર્વ. આ તહેવાર આવતી કાલે સોમવારે 3 ઓગસ્ટે મનાવવામાં આવશે. રક્ષાબંધનના આ તહેવારમાં જ્યાં બહેને તેના ભાઈની રક્ષા માટે અને સુખી જીવનની શુભેચ્છાઓ માટે રાખડી બાંધે છે. ભાઈ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

આ ઉપરાંત, તે તેની બહેનને એક સુંદર ભેટ આપે છે. કહેવાય છે કે બહેન પાસે ગમે તેટલા પૈસા કેમ ન હોય પણ રક્ષાબંધન પર ભાઈ તેને કોઇ ભેટ આપે તેવી દરેક બહેનની ઇચ્છા હોય છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભેટ સ્વરૂપે આપી સદીઓથી ચાલી આવતી આ પરંપરાને નિભાવવી જોઇએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ભાઈ તેની બહેનને રાશિ મુજબ ભેટ આપે તો ખૂબ જ ફાયદાકારક અને શુભ ફળ પ્રાપ્ત થાય છે તો આ વખતે તમે તમારી બહેનને શું આપશો જાણીલો વિસ્તારથી.

મેષ રાશિ
ભાઈ આ રાશિની બહેનને રાખડી પર લાલ રંગના કપડાં ભેટ આપે તો શુભ મનાય છે. આ સિવાય લાલ કલરના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ આપી શકાય છે.

વૃષભ રાશિ
આ રાશિના ભાઇ તેની બહેનને ચાંદીમાંથી બનાવેલી ભેટ આપો. આ સિવાય તમે જ્વેલરી અથવા કોઈપણ પરફ્યુમ વગેરે આપી શકો છો.

મિથુન રાશિ
આ રાશિના ભાઇ તેની બહેનને ભેટોમાં લીલા રંગનાં કપડાં આપવા જોઈએ. આ સિવાય લીલા કલરની અન્ય પ્રકારની ગિફ્ટ આપવી ફાયદાકારક છે

કર્ક રાશિ
આ રાશિની બહેનોને દોડતા ઘોડાની તસવીર આપવી ફાયદાકારક છે. ભાઈએ તેની બહેનને ચાંદીના ઘરેણાં, સફેદ વસ્તુઓ તેમજ ઘડિયાળ ભેટ તરીકે આપી શકાય છે.

સિંહ રાશિ
આ રાશિની બહેનોને ગરમ કપડાં, સોનાના આભૂષણો, નારંગી રંગના કપડા આપે તો ફાયદો થાય છે.

કન્યા રાશિ
આ રાશિની બહેનોને ગિફ્ટમાં લીલા કપડાં આપવા જોઈએ. આ સિવાય અન્ય ભેટોને લીલા રંગની આપવાથી ફાયદાકારક સાબિત થશે.

તુલા રાશિ
આ રાશિની બહેનોને રેશમી વસ્ત્રો, અત્તર, મોતીના આભૂષણો ભેટ આપી શકાય છે. બહેનોને ગુલાબી અથવા સફેદ કપડાં આપવાનું શુભ રહેશે.

વૃશ્ચિક રાશિ
આ રાશિની બહેનોને મરૂણ અથવા લાલ રંગના કપડાં ભેટ સ્વરૂપે આપવા જોઈએ.

ધન રાશિ
જો તેમના ભાઇઓ ધાતુની વસ્તુઓ ભેટ તરીકે આપે તો આ રાશિની બહેનોને લાભ થશે. ભેટ તરીકે પીળા કપડાં અથવા પીળી વસ્તુઓ પણ આપી શકાય.

મકર રાશિ
આ રાશિની બહેનોએ ભેટ તરીકે તેમના ભાઈઓ પાસેથી કાળા કપડા લેવા જોઈએ.

કુંભ રાશિ
આ રાશિની બહેનોએ ભેટ તરીકે તેમના ભાઈ પાસેથી હલ્કા રંગના વસ્ત્રો, મોતીના આભૂષણ કે કાચની વસ્તુઓ ભેટ સ્વરૂપે લેવા જોઇએ

મીન રાશિ
આ રાશિની બહેનોએ આ પીળા રંગનું કાપડ તેમના ભાઈઓ પાસેથી ભેટ તરીકે લેવું જોઈએ.

આ  વીડિયો જુઓ: રાખડી બાંધવાના શુભ મુહૂર્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન