Raksha Bandhan Astrology predicts the colour of rakhi according to wishes
  • Home
  • Astrology
  • 19 વર્ષ બાદ આવ્યો આ વિશેષ સંયોગ, જેવી કામના તેવા રંગના રક્ષાસૂત્રથી કરો ભાઈની રક્ષા

19 વર્ષ બાદ આવ્યો આ વિશેષ સંયોગ, જેવી કામના તેવા રંગના રક્ષાસૂત્રથી કરો ભાઈની રક્ષા

 | 12:22 pm IST

દેશભરમાં આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર મનાવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 19 વર્ષ પછી રક્ષાબંધન પર એક વિશેષ સંયોગ બની રહ્યો છે. આ પહેલા 2000માં આ સંયોગ આવ્યો હતો. આ વખતે બહેનો માટે સારી વાત એ છે કે પોતાના ભાઈને રાખડી બાંધવા વધારે સમય રાહ નહી જોવી પડે. કેમકે આ વખતે રક્ષાબંધન પર ભદ્રા નથી. જેના કારણે આખો દિવસ રક્ષા બાંધી શકાશે.

કેવી કામના માટે કેવું રક્ષાસૂત્ર બાંધવુ ?
ભાઈના સારા અભ્યાસની કામના માટે એકાગ્રતા રહે તે માટે નારંગી રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. ભાઈના શિધ્ર વિવાહ માટે એવુ રક્ષા સૂત્ર બાંધો જેમાં સફેદ રંગના નંગ ઝડેલા હોય. ભાઈને નોકરી મળે તે માટે વાદળી રંગનું રક્ષાસૂત્ર બાંધો. ભાઈની નકારાત્મક ઉર્જા દૂર કરવા અને દુર્ઘટનાથી બચવા માટે લાલ રંગનું રક્ષાસુત્ર બાંધો. ભાઈની દરેક પ્રકારની રક્ષા માટે લાલ, પીળા અને સફેદ રંગનું રક્ષાસૂત્ર બાંધો.

કઈ મનોકામના માટે બેનને કેવી ભેટ આપશો
બહેનની કેરિયર અને નોકરી માટે કલમ, પુસ્તકો ભેટ આપો. બહેનના વિવાહની કામંના સાથે પીળા વસ્ત્ર ભેટ સ્વરૂપે આપો. સુખદ વૈવાહિક જીવન માટે ચાંદીના આભૂષણ ભેટ આપો. બહેનના સંતાનો માટે બાળ કૃષ્ણની મૂર્તિઓ અને સંગીતનો સામાન ભેટ આપો. બહેનની આર્થિક સંપન્નતા માટે લાલ વસ્ત્ર, મિઠાઈ અને ચોખા ભેટ આપો.

રક્ષાબંધન પર દરિદ્રતા દૂર કરવા કરો આ ઉપાય
તમારી બહેનના હાથે ગુલાબી કપડામાં અક્ષત, સોપારી અને એક સિક્કો લઈ લો. બહેનને વસ્ત્ર મિઠાઈ ભેટ સ્વરૂપે આપો. તેમના ચરણ સ્પર્શી આશીર્વાદ લો. ગુલાબી કપડામાં બધો સામાન એક કરી ધન સ્થાન પર રાખો. તમારી દરિદ્રતા દૂર થઈ જશે. ફૂલ નહી તો ફૂલની પાંખડી પણ દરેક તહેવારે જો તમારે બહેન હોય તો તેને ચોક્કસ કોઈ ભેટ આપો. કેમકે તેના આશીર્વાદ હશે તો તમને ચોક્કસ ફાયદો થશે.

આ Video જુઓ: જાણો શિવના નટરાજ સ્વરૂપનુ શુ છે મહત્વ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન