રક્ષાબંધનના તહેવારમાં સોહેલ ખાનનો નવો લુક જોઇ સૌ કોઇ રહી ગયા દંગ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • રક્ષાબંધનના તહેવારમાં સોહેલ ખાનનો નવો લુક જોઇ સૌ કોઇ રહી ગયા દંગ

રક્ષાબંધનના તહેવારમાં સોહેલ ખાનનો નવો લુક જોઇ સૌ કોઇ રહી ગયા દંગ

 | 1:09 am IST

સોશિયલ મીડિયા ઉપર સલમાન ખાનના ભાઇ સોહેલ ખાનનો ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. તેના આ ફોટોને જોઇને તેને ઓળખવો મુશ્કેલ બની ગયું હતું. તેના ચાહકો તેના આ ફોટોને જોઇને ઘણા હેરાન થઇ ગયા હતા. રક્ષાબંધનના ખાસ તહેવાર ઉપર ખાન પરિવારની મો બોલી દીકરી અર્પિતાએ તેના ત્રણે ભાઇઓ અરબાઝ ખાન, સલમાન ખાન અને સોહેલ ખાનને પોતાના ઘરે બોલાવ્યા હતા. તેમજ પિતા સલીમ ખાન અને મા સલમા ખાન પણ હાજર રહ્યા હતા, તેની સાથે બધા ભાઇ-બહેનો પણ ત્યાં જોવા મળ્યાં હતાં. ત્યારે સોહેલ ખાનનો નવો લુક સામે આવ્યો હતો. તે તેના નવા લુકમાં બોલ્ડ લાગતો હતો. સોહેલ ખાને માથે મુંડન કરાવ્યું હતું. સોહેલ ખાનનો આ ફોટો જોઇને સૌ કોઇ હેરાન હતા. રક્ષાબંધનના ખાસ તહેવારમાં સોહેલ ખાન તેના દીકરા યોહાન અને નિર્વાણ ખાન સાથે કેમેરામાં પોઝ આપતા નજર આવ્યા હતા. તે ફોટામાં શર્ટ અને ડેનિમ જિન્સમાં શાનદાર લાગતો હતો. તેના આ લુકને તેના ચાહકોએ ખૂબ પસંદ કર્યો છે.