raksha bandhan what is the auspicious time to tie rakhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • રક્ષાબંધન અને શ્રાવણનો સોમવાર, અદ્ભુત સંયોગ વચ્ચે આવ્યો પવિત્ર તહેવાર

રક્ષાબંધન અને શ્રાવણનો સોમવાર, અદ્ભુત સંયોગ વચ્ચે આવ્યો પવિત્ર તહેવાર

 | 10:25 am IST

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમના પ્રતીકનો તહેવાર છે. આ પવિત્ર તહેવાર 3 ઓગસ્ટે ઉજવાશે. આ દિવસે શ્રાવણનો સોમવાર પણ છે જેના કારણે રક્ષાબંધનનું મહત્વ વધ્યું છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ રક્ષાબંધન ખૂબ વિશેષ બનવા જઇ રહી છે કારણ કે આ દિવસે ગ્રહો અને નક્ષત્રોનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે.

રક્ષાબંધનના દિવસે સવારે ઉત્તરષાઢા બાદ શ્રવણ નક્ષત્ર રહેશે. રક્ષાબંધન પર શ્રવણ નક્ષત્ર હોવાને ફળદાયક માનવામાં આવે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધ અને આયુષ્યમાન દીર્ઘાયુનો શુભ સંયોગ બની રહ્યો છે. આ નક્ષત્રમાં ભાઈને રાખડી બાંધવાથી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. ભાઈનો ભાગ્યોદય થાય છે.

રક્ષાબંધન માટે શુભ મુહૂર્ત
રાખડી બાંધતી વખતે ભદ્રા ન હોવુ જોઈએ. એવું કહેવામાં આવે છે કે રાવણની બહેને ભદ્રા કાળમાં જ પોતાની રાખડી બાંધી હતી, તેથી રાવણનો નાશ થયો હતો. 3 ઓગસ્ટે, ભદ્રા સવારે 9.29 વાગ્યા સુધી છે. રક્ષાબંધનનો તહેવાર સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે. બપોરે 1.35થી બપોરે 4:35 સુધીનો સમય ખૂબ જ સારો સમય છે. આ પછી, સાંજના 7.30 થી 9.30 વાગ્યાની વચ્ચે ખૂબ જ શુભ સમય છે.

રક્ષાબંધનની પૌરાણિક કથા
એવું કહેવામાં આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં શિશુપાલને તેમના સુદર્શન ચક્રથી વધ કર્યો હતો, ત્યારે તેમની આંગળી કપાઈ ગઈ હતી. આ જોઈને દ્રૌપદીએ તેમની સાડી ફાડી અને આંગળી પર પાટો બાંધ્યો હતો. તેને રક્ષાસુત્ર તરીકે જોવામાં આવતું હતું.

ત્યારબાદ શ્રી કૃષ્ણે દ્રૌપદીને હંમેશ માટે સુરક્ષિત રાખવાનું વચન આપ્યું. આ પછી, જ્યારે દુ:શાસન ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરી રહ્યો હતો, ત્યારે કૃષ્ણે તેમની લાજ રાખી હતી અને પોતાનું વચન પાળ્યું હતુ.

આ વીડિયો જુઓ: રક્ષાબંધનના દિવસે શામળાજી મંદિર ખુલ્લું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન