Rakshabandhan Date, Significance, Time Of Rakhi And Celebrate
  • Home
  • Astrology
  • ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, સોમવાર-સર્વાર્થ સિદ્ધિ યોગમાં આ શુભ મુહૂર્તમાં કરો ઉજવણી

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, સોમવાર-સર્વાર્થ સિદ્ધિ યોગમાં આ શુભ મુહૂર્તમાં કરો ઉજવણી

 | 9:37 am IST

3 ઓગસ્ટના રોજ શ્રાવણના બીજા સોમવાર અને સર્વાર્થ સિદ્ધિ યોગમાં રક્ષાબંધન ઉજવાશે, સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. સોમવાર, 3 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ તિથિ છે. આ તિથિએ રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે.

માન્યતા છે કે, આ યોગમાં કરેલાં શુભ કામ જલ્દી જ સિદ્ધ થાય છે. સોમવારે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. ભદ્રા પછી જ રાખડી બાંધવી જોઇએ. કમેકે ભદ્રામાં રાખડી બાંધવાથી અશુભ થાય તેવી માન્યતા છે.

રક્ષાબંધનના શુભ મુહૂર્ત

રાખડી બાંધવાનું મુહૂર્ત 09:27:30 થી 21:11:21 સુધી
રક્ષાબંધન આરંભ મુહૂર્ત 13:45:16 થી 16:23:16 સુધી
રક્ષાબંધન પ્રદોષ મુહૂર્ત 19:01:15 થી 21:11:21 સુધી
મુહૂર્ત સમય – 11 કલાક 43 મિનીટ

ભદ્રા એટલે શું?
ભદ્રા અંગે અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક વિદ્વાનો માને છે કે ભદ્રા શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ પણ શનિદેવની જેમ ક્રૂર છે. જ્યોતિષમાં આ એક વિશેષ કાળ માનવામાં આવે છે, આ સમયમાં કોઇપણ શુભ કામ શરૂ કરી શકાતા નથી.

શુભ કાર્ય જેમ કે, લગ્ન, મૂંડન, નવા ઘરમાં પ્રવેશ, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી વગેરે. ભદ્રાને સરળ શબ્દોમાં અશુભ મુહૂર્ત કહી શકાય છે. એક બીજી કથા અનુસાર રાવણને તેની બહેને આ અશુભ મુહૂર્તમાં રાખડી બાંધી હોવાથી તેનો વિનાશ થયો હતો.

આ છે શુભ સંયોગ
આ વર્ષે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ અને દિર્ઘાયુ આયુષ્યમાન યોગની સાથે જ સૂર્ય શનિનો સમસપ્તક યોગ, સોમવતી પૂર્ણિમા, મકરનો ચંદ્રમા શ્રવણ નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર અને પ્રીતિ યોગ બની રહ્યો છે. આ પહેલા આ સંયોગ વર્ષ 1991ના રોજ બન્યો હતો. આ સંયોગને કૃષિ ક્ષેત્ર માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

આ વીડિયો જુઓ: રાખડી બાંધવાના શુભ મુહૂર્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન