Rakshabandhan on Monday .. Shravan Nakshatra, Bhadra till 9.28 am
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • નક્ષત્ર અને તિથિના સંયોગ વચ્ચે રક્ષાબંધને બની રહ્યો છે વિચિત્ર સંયોગ, ભૂદેવની બળેવ અને ગામ બળેવ એક જ દિવસે

નક્ષત્ર અને તિથિના સંયોગ વચ્ચે રક્ષાબંધને બની રહ્યો છે વિચિત્ર સંયોગ, ભૂદેવની બળેવ અને ગામ બળેવ એક જ દિવસે

 | 7:28 am IST

નક્ષત્ર અને તિથિના સંયોગ વચ્ચે ચાલુ વર્ષે ભૂદેવની બળેવ અને ગામ બળેવ એક જ દિવસે ઉજવાશે….શુક્રવારે પવિત્રા બારસ, ભાઇની રક્ષા-રાખડીને ભગવાનને ધરાવવાની પરંપરા આજેય અકબંધ   

ભાઇ-બહેનના પવિત્ર સંબંધને વાચા આપતા પર્વ એવા રક્ષાબંધનનું હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. દર વર્ષે શ્રાાવણ સુદ પૂર્ણિમાએ રક્ષાબંધન પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન ચાલુ વર્ષે સોમવારે ૩ ઓગસ્ટના રોજ શ્રાવણ નક્ષત્ર અને શ્રાાવણના સોમવારના પવિત્ર સંયોગ વચ્ચે રક્ષાબંધન પર્વની ઉજવણી થશે. સોમવારે સવારે ૯.૨૮ વાગ્યા સુધી ભદ્રા હોય ત્યારબાદ રક્ષા-રાખડી બાંધવાનું મુહૂર્ત શ્રોષ્ઠ છે.

દર વર્ષે રક્ષાબંધન પર્વની ઉજવણી વચ્ચે નક્ષત્ર, તિથિનો સંયોગ અને ભદ્રાદોષની સ્થિતિને આધારે બહેન પોતાના વીરલાની હથેળીએ રક્ષા-રાખડી બાંધે છે. ચાલુ વર્ષે સોમવાર અને ઉત્તરાષાઢા નક્ષત્રના યોગમાં રાખડી બાંધવાનો યોગ બનશે. શાસ્ત્રી ડો.કર્દમ દવેએ જણાવ્યંુ હતું કે, સોમવારે શ્રાાવણ સુદ પૂર્ણિમા છે. આ દિવસે શ્રાાવણનો સોમવાર પણ છે. એટલે પૂનમનું મહત્ત્વ વધી જાય છે. શ્રાાવણનો બીજો સોમવાર હોય શિવજીને તેલથી પૂજા કરવાની છે. સોમવારે જ વ્રતની પૂનમ પણ છે. દરમિયાન ભદ્રા સવારે ૯.૨૮ વાગ્યા સુધી છે, જેથી ત્યાર બાદ રક્ષાબંધન શ્રોષ્ઠ બની રહે છે. ૯.૨૮ પછી રક્ષા કે રાખડી બાંધવાનો શ્રોષ્ઠ અવસર ગણાશે.

વધુમાં, સોમવારના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્ર સવારે ૯.૨૦ વાગ્યા સુધી છે. પછી શ્રાવણ નક્ષત્ર શરૂ થશે. બ્રાહ્મણો પોતાનું સંસ્કારકર્મ જેવું કે જનોઇ, યજ્ઞોપવીત બદલવાનું કાર્ય પણ શ્રાવણ નક્ષત્રમાં એટલે કે સવારે ૭.૨૦ વાગ્યા પછી જ કરશે. ટૂંકમાં આ વર્ષે ભૂદેવોની બળેવ અને ગામ બળેવ એક જ દિવસે ઉજવાશે.

રક્ષાબંધનના દિવસે રક્ષા બાંધવામાં એવી પરંપરા છે કે ભાઇને બાંધવાની રક્ષાને પવિત્રા બારસના દિવસથી પૂનમ સુધી ભગવાનને ધરાવવામાં આવે છે. પછી જ તે રક્ષા-રાખડી ભાઇને બાંધવાની હોય છે. શુક્રવારે ૩૦ જુલાઇએ આ પવિત્રા બારસ છે. આમ, ચાલુ વર્ષે શ્રાાવણનો સોમવાર, શ્રાવણ નક્ષત્ર અને વ્રતની પૂનમના સંયોગ વચ્ચે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાશે.

કોરોના મહામારી વચ્ચે રાખડી-મીઠાઇ બજારમાં ફિક્કો માહોલ

ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે સુરતમાં રાખડી બજાર અને મીઠાઇ બજારમાં ભારે નિરશતા જોવા મળી રહી છે. દર વર્ષે રક્ષાબંધનના એક અઠવાડિયા પહેલાથી જ રાખડીની ખરીદી માટે ચહેલપહેલ દેખાઇ છે. ચાલુ વર્ષે સુરતમાં ઠેરઠેર ૩૦૦ જેટલા રાખડીના સ્ટોલ લાગી ગયા છે. આ સિવાય વિક્રેતાઓ થકી રાખડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ખરીદી જ ન હોય વિક્રેતાઓ અને સ્ટોલધારકોની ચિંતા વધી ગઇ છે.

બીજીબાજુએ મીઠાઇ બજારમાં જ કાંઇક એવો જ માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, રાખડીની ખરીદીમાં ઓટ આવી હોય, લોકોમાં નિરશતા હોય મિઠાઇની ખરીદી કેટલી થશે એ પ્રશ્ન મીઠાઇ વિક્રેતાઓને સતાવી રહ્યો છે. કોરોના સંક્રમણના ડર વચ્ચે લોકો મિઠાઇની ખરીદી કરશે કે કેમ એ ચિંતા પણ સતાવી રહી છે. આ સ્થિતિમાં સુરતના જ ઘણા વિક્રેતાઓએ હાલમાં મીઠાઇનો કોઇ સ્ટોક ન કરવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા બે દિવસમાં ઘરાકી અને ખરીદીને ધ્યાને લીધા બાદ મીઠાઇનો સ્ટોક કરવાનો નિર્ણય લેવાયો છે. બીજીબાજુએ પ્રવર્તમાન સંજોગો અને માહોલને જોતાં અનેક પરિવારોએ શહેર બહાર રહેતા ભાઇ-બહેનોના ઘરે જઇને રક્ષાબંધનની ઉજવણી કરવાના આયોજનો મોટા પાયે રદ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન