Rakul Preet Singh and Simon Khambhatani will be questioned today
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડની ડ્રગ્સ મંડળીની કુંડળી ખોલશે NCB, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાટા આજે થશે હાજર

બોલિવૂડની ડ્રગ્સ મંડળીની કુંડળી ખોલશે NCB, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાટા આજે થશે હાજર

 | 8:41 am IST

સુશાંતસિંહ રાજપૂત કેસમા ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીને એક પછી એક નવા પૂરાવાઓ મળી રહ્યા છે. એનસીબી તપાસમાં એવા એવા નામ સામે આવી રહ્યા છે જે તમને હેરાન કરી દેશે. આ વચ્ચે બોલિવૂડમાં ડ્રગ્સની સાંઠગાંઠની પણ તપાસ કરવામાં આવી રહી છે. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રિત સિંહ સહિત 7 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આજે એટલે કે ગુરુવારે એનસીબીએ રકુલ પ્રીત સિંહ, સુશાંતસિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર શ્રુતિ મોદી અને ડિઝાઈનર સિમોન ખંબાટાને બોલાવ્યો છે.

એનસીબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દીપિકા પાદુકોણને શુક્રવારે બોલાવવામાં આવી છે. જણાવી દઈએ કે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલામાં ડ્રગ્સ એંગલને લઈને એનસીબી તપાસ દરમિયાન બોલિવૂડમાં ડ્રગ્સનું કનેક્શન સામે આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે એનસીબીએ પોતાની તપાસ વધારતા આ એ લિસ્ટના દિગ્ગજોને તપાસ માટે સામેલ થવા કહ્યું છે. તેણે કહ્યું કે મામલામાં કેટલાક લોકોની પૂછપરછમાં આ લોકોના નામ સામે આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે દીપિકા પાદુકોણને પૂછપરછ માટે 25 સપ્ટેમ્બરે બોલાવવામાં આવી છે. સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને 26 સપ્ટેમ્બરે જ્યારે રકુલ પ્રીત સિંહ, સુશાંતની ટેલેન્ટ મેનેજર શ્રુતિ મોદી અને ડિઝાઈનર સિમોન ખંબાટાને ગુરુવારે હાજર થવા કહ્યું છે. એનસીબીના અધિકારીએ જણાવ્યું કે મામલામાં એક ટેલેન્ટ મેનેજર જયા સાહાને કેટલીક મહત્વપૂર્ણ સુચનાઓ આપવામાં આવી છે.

આ પહેલા દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને તપાસમાં સામેલ થવા બોલાવવામાં આવી હતી. પરંતુ તેણે તબિયક ખરાબા હોવાના કારણે કેટલોક સમય માંગ્યો છે. તેણે શુક્રવાર સુધીમાં હાજર થવાની છુટ આપવામાં આવી છે. એનસીબીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રકાશની વ્હોટ્સએપ ચેટમાં ડીની સાથે ડ્રગ્સ વિશેની વાચતીત સામેલ છે.

એનસીબી સામાન્ય રીતે ડ્રગ્સ ખરીદવા અને તેનો ઉપયોગ કરવા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની પહેલા જ ધરપકડ કરી લીધી છે. રિયા છેલ્લા 15 દિવસથી મુંબઈની ભાયખલા જેલમાં છે. મુંબઈની એક વિશેષ અદાલતે તેમને 6 ઓક્ટોબર સુધી જેલમાં રહેવા ફરમાન કર્યું છે. જણાવી દઈએ કે જૂનમાં સુશાંતસિંહ રાજપૂતના મોત પછી ડ્રગ્સનું એંગલ સામે આવ્યું અને હવે તેમા મોટા મોટા નામ ફસાઈ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ ગુજરાત વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન