અભિનેત્રી રકુલ પ્રીત સિંહે જીમમાં કરી સખત મહેનત સોશિયલ મીડિયા પર છવાઇ, Video
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) જીમ વીડિયો તેની ફિટનેસને લઈને ખૂબ જ કોન્સીયસ રહે છે, તેથી તે જીમમાં વધારે સમય વિતાવે છે.
તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી (Rakul Preet Singh Gym Video) એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રકુલ પ્રીત સિંહ જીમમાં પરસેવો પાડતી નજર આવે છે. આ વીડિયોમાં રકુલ પ્રીત સિંહ એક્સરસાઇઝ કરતી જોવા મળે છે.
વીડિયો શેર કરતા રકુલ પ્રીત સિંહે કેપ્શનમાં લખ્યું છે, “જીવનમાં ઉતાર-ચડાવ તો આવે અને જાય આપણે આગળ વધતુ રહેવાનુ. વીડિયોમાં અભિનેત્રી વ્હાઇટ અને મરૂન સ્પોર્ટસવેરમાં જોવા મળી રહી છે.
રકુલ પ્રીત સિંહ તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહી છે. રકુલ પર ડ્રગ્સ લેવાના આરોપ લાગ્યા છે. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેના વજનને લઇને પણ ચર્ચામાં છવાઇ હતી. તો જુઓ આ મજેદાર વીડિયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન