rallies are still banned in five states where assembly elections are held
  • Home
  • India
  • ચૂંટણી પંચે રેલીઓ અને સભાઓને લઈને લીધો મોટો નિર્ણય

ચૂંટણી પંચે રેલીઓ અને સભાઓને લઈને લીધો મોટો નિર્ણય

 | 5:45 pm IST
  • Share

  • ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં રેલી પર પ્રતિબંધ યથાવત

  • જાહેરસભા અંગે ચૂંટણી પંચે થોડી રાહત આપી

  • 22 જાન્યુઆરી સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. રોગચાળાની વર્તમાન સ્થિતિને જોતા ચૂંટણી પંચે પ્રતિબંધ જાળવી રાખવાના નિર્ણય યથાવત રાખ્યો છે. અગાઉ, ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે, ચૂંટણી પંચે કહ્યું હતું કે 15 જાન્યુઆરી સુધી કોઈપણ પ્રકારની રેલી, સભા અને મુસાફરી પર પ્રતિબંધ રહેશે. 15 જાન્યુઆરીએ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

ચૂંટણી પંચે આ રાજ્યોમાં 22 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે અગાઉ 15 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ફરી એકવાર આ નિર્ણયને આગળ ધપાવવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને જાહેર સભાઓ અને રેલીઓ પર થોડી રાહત આપી છે. હવે વધુમાં વધુ 300 લોકો અથવા કુલ ક્ષમતાના 50 ટકા સાથે ઇન્ડોર સ્પેસમાં બેઠકો યોજી શકાય છે. જો કે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને સૂચના આપી છે કે આ બેઠકો દરમિયાન કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ન થવું જોઈએ.

ચૂંટણી પંચ 22 જાન્યુઆરીએ ફરી સમીક્ષા કરશે

આ સિવાય ચૂંટણી પંચે રાજ્યો અને જિલ્લા પ્રશાસનને કોવિડ-19 દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. ચૂંટણી પંચ 22 જાન્યુઆરીએ ફરીથી સ્થિતિની સમીક્ષા કરશે, ત્યાં સુધી રાજકીય પક્ષોએ ડિજિટલ પ્રચાર કરવો પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો