રામ અને સાક્ષી એકબીજાને કહેશે કર લે તુ ભી મહોબ્બત 

316

સોની પર આવતાં શો બડે અચ્છે લગતે હૈ ફેમ સાક્ષી તન્વર અને રામ કપૂરની સુપરહિટ ટીવી જોડી ફરી એકવાર દર્શકોને સાથે જોવા મળવાની છે. એકતા કપૂર એક વેબ સિરીઝ બનાવી રહી છે જેનું નામ કર લે તુ ભી મહોબ્બત રાખવામાં આવ્યું છે. આ બંનેની જોડી આ વેબ સિરીઝમાં ફરી દર્શકોનું મનોરંજન કરવાની છે. આ વેબ સિરીઝના માત્ર ૧૪ એપિસોડ હશે. નિર્માત્રી એકતા કપૂરની નિર્માણ કંપની એએલટી બાલાજીની વેબ સિરીઝનો ફર્સ્ટ લુક શુક્રવારે રિલીઝ કરાયો છે. કર લે તુ ભી મહોબ્બતમાં રામ કપૂર કરણ ખન્નાના કિરદારને ન્યાય આપશે. એક સિતારો હોવાથી તેના પ્રશંસકો ખૂબ જ હશે જયારે સાક્ષી તન્વર એક સામાજિક કાર્યકર્તા તરીકે સિરીઝમાં જોવા મળવાની છે જે નશાની વિરુદ્ધ લડત ચલાવી રહી છે. આ વેબ સિરીઝમાં સાક્ષી અને રામની મુલાકાત એક પાર્ટી દરમિયાન થશે. સાક્ષીએ આ વિશે જણાવ્યું હતું કે મને અને રામને શો બડે અચ્છે લગતે હૈમાં દર્શકોનો ખૂબ જ પ્રેમ અને સાથ મળ્યો છે. આ વેબ સિરીઝ પણ દર્શકોને ચોક્કસ પસંદ પડશે.