Hanumanji pujan and meditation brings all happiness in kaliyug
  • Home
  • Uncategorized
  • રામ ભક્ત હનુમાનની કરો આ સાધના, કળિયુગમાં આપે છે શીઘ્ર ફળ

રામ ભક્ત હનુમાનની કરો આ સાધના, કળિયુગમાં આપે છે શીઘ્ર ફળ

 | 8:23 pm IST

આ વર્ષે 19મી ઓક્ટોબરે વિજયાદશમી મનાવવામાં આવશે. અધર્મ ધર્મની લડાઈમાં ભગવાન રામની જીત થઈ.રાવણ સાામે રામની જીત થઈ.  એ જીત જેને આભારી છે તે પવનપુત્ર હનુમાન પણ અનેક લોકોનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જ. સાથોસાથ તેમની ઉપાસના કળિયુગમાં વિશેષ ફળદાયી નિવડે છે. શ્રદ્ધાપૂર્વક જે ભક્ત પવનપુત્રની આરાધના કરે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી પોતાના ભક્તોની પીડા પણ હરી લે છે. હનુમાનજી રામાયણનું એક એવું પાત્ર છે જેમની પાસેથી ભક્ત અને સેવક પ્રેરણા લઈ શકે છે.

આમ તો હનુમાનજી સંબંધિત તમામ મંત્ર, સ્ત્રોત, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાનાષ્ટક વગેરેના પઠનનું અનેરું મહત્વ છે જ પરંતુ તેમાં સર્વોપરિ છે હનુમાન ચાલીસા. બજરંગ બલીને ભગવાન શ્રીરામે અમરત્વનું વરદાન આપ્યું હતું તેથી આજે પણ ભગવાન રામનું નામ જે પણ શ્રદ્ધાથી જપે છે ત્યાં હનુમાનજીની હાજરી હોય છે. ભક્ત તરીકે હનુમાનજી સર્વશ્રેષ્ઠ છે. તેથી જ તેમના જે ભક્ત શુદ્ધ હૃદય અને સારા વિચાર સાથે તેમની ભક્તિ કરે છે તેમની મનોકામના તેઓ પૂરી કરે જ છે. ભક્તોના કષ્ટ દૂર કરી દેતાં હનુમાનની ચાલીસા કરવાથી પણ પ્રભુની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરી શકાય છે.

મનોકામના પૂર્તિ માટે
दुर्गम काज जगत के जेते
सुगम अनुग्रह तुम्हरे तेते।।

બીમારીમાંથી છૂટકારો મેળવવા
नासे रोग हरे सब पीरा।
जपत निरंतर हनुमत बीरा।।

ખરાબ નજર અને નકારાત્મક ઊર્જાથી બચવા
भूत पिशाच निकट नहीं आवै।
महावीर जब नाम सुनावै।।

આ મણકાનો જાપ કરવા માટે પરવાળાની માળાનો ઉપયોગ કરવો. હનુમાનજીની છબિ સમક્ષ બેસી અને આ જાપ કરવાથી શીઘ્ર ફળ મળે છે. હનુમાનજી પ્રસન્ન થઈ જે વરદાન આપે છે તે સ્થાયી હોય છે. તેમની ભક્તિ કરવાથી ભગવાન શ્રીરામના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ મણકાનો જાપ કરતી વખતે પ્રભુને ગોળ અને ચણા અથવા દાડમનો ભોગ ધરાવવો. પૂજા માટે લાલ વસ્ત્ર ધારણ કરવા અને લાલ રંગના આસન પર બેસવું.