amreli ram bharose guest house police red
  • Home
  • Gujarat
  • રામભરોસે ગેસ્ટ હાઉસમાં કુટણખાનુ ઝડપાયું, હોટલ માલિક અને દલાલની ધરપકડ

રામભરોસે ગેસ્ટ હાઉસમાં કુટણખાનુ ઝડપાયું, હોટલ માલિક અને દલાલની ધરપકડ

 | 11:02 pm IST

અમરેલીના ટાવરચોક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે. રામભરોસે ગેસ્ટ હાઉસમાં દરોડા પાડી પોલીસે હોટલ માલિક અને એક દલાલની ધરપકડ કરી છે. બાતમીના આધારે DySP મોણપરાની ટીમે દરોડા પાડ્યા હતા.

અમરેલી ટાવરચોક વિસ્તારમાં આવેલ રામભરોસે ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ પકડાયુ છે. રામભરોસે ગેસ્ટ હાઉસમાં બહારથી અલગ-અલગ સ્ત્રીઓ બોલાવી કુટણખાનું ચલાવતાં હોવાની પુર્વ બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. કુટણખાના સાથે હોટેલના માલિકો પણ ઝડપાયા છે. જેમાં બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે.

આર્થિક ફાયદા માટે સ્ત્રીઓને બોલાવી દેહ વ્યાપાર કરાવવામાં આવતું હતું. ડીવાયએસપી મોણપરાએ રેડ પાડતા હોટેલ માલિક અને દલાલને ઝડપી પાડ્યા છે.

અમરેલીના ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની અગાઉ પણ ફરિયાદ થઇ હતી. હાલમાં અમરેલીમાં ટાવર ચોક વિસ્તારમાં આવેલા રામભરોસે ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી.

જેને પગલે ડીવાયએસપી એલ.બી.મોણપરા, એસઓજીના પીએસઆઇ આર.કે.કરમટા તથા સ્ટાફે આજે આ બાતમીના આધારે દરોડો પાડી રામભરોસે ગેસ્ટ હાઉસમાં ચાલતું કુટણખાનું ઝડપી લીધુ હતુ.