અમેરિકી એડલ્ટ સ્ટાર સાથે રામ ગોપાલ વર્માએ શૂટ કર્યો video, પોસ્ટર વાઇરલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમેરિકી એડલ્ટ સ્ટાર સાથે રામ ગોપાલ વર્માએ શૂટ કર્યો video, પોસ્ટર વાઇરલ

અમેરિકી એડલ્ટ સ્ટાર સાથે રામ ગોપાલ વર્માએ શૂટ કર્યો video, પોસ્ટર વાઇરલ

 | 10:54 am IST

સની લિયોની બાદ વધુ એક અમેરિકી પોર્ન સ્ટાર બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. મિયા માલકોવા નામની આ પોર્ન સ્ટારે તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા નિર્દેશક રામ ગોપાલ વર્મા સાથે એક વિડીયો પણ શૂટ કર્યો છે. આ વિડીયોનું નામ ‘ગૉડ, સેક્સ એન્ડ ટ્રુથ’ છે. આ વિડીયોનું એક પોસ્ટર મિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. મિયા અને રામ ગોપાલ વર્માના આ વિડીયોનું પોસ્ટર વાઇરલ થયુ છે. પોસ્ટરમાં વિડીયોના ટ્રેલર રિલીઝની ડેટ પણ દર્શાવવામાં આવી છે.

મિયાના આ વિડીયોનું ટ્રેલર 16 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે રિલીઝ કરવામાં આવશે. મિયાએ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે સની લિયોની બાદ તે બીજી એડલ્ટ સ્ટાર છે જે હિન્દી ફિલ્મમાં જોવા મળશે. તેણે રામ ગોપાલ વર્માનો આ ફિલ્મ માટે આભાર પણ માન્યો છે. ઉલ્લેખનીય છે તે મિયા અમેરિકાની ટોપ એડલ્ટ સ્ટાર છે, તેનો પતિ અને ભાઈ પણ એડલ્ટ સ્ટાર છે.