ram temple Bhumi pujan done in Ayodhya of Thailand
  • Home
  • Astrology
  • રામ જન્મભૂમિ દ્વારા ‘અયોધ્યા’માં જ રામ મંદિર બનાવવા કરાયું ભૂમિપૂજન

રામ જન્મભૂમિ દ્વારા ‘અયોધ્યા’માં જ રામ મંદિર બનાવવા કરાયું ભૂમિપૂજન

 | 12:36 pm IST

ભારતીયો માટે રામ એક આદર્શ હોવા સાથે એક ભવ્ય ઈતિહાસ પણ છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટ નિર્માણ થયું છે. આજ રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ‘અયોધ્યા’માં રામ મંદિર બનાવવાની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ આ મંદિર આકાર લેશે. પણ તમને એ જાણીને આંચકો લાગશે કે આ અયોધ્યા ભારતમાં નહિં પણ થાઈલેન્ડમાં આવેલી છે. એટલુંજ નહિં તે થાઈલેન્ડની રાજધાની પણ છે.

બુધવારે આ મંદિર માટે ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું. રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત જનમેજય શરણે જણાવ્યું કે ભારતમાં અયોધ્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે અહિં રામ મંદિર બનાવામાં વાર થઈ રહી છે. અમને આશા છે કે થાઈલેન્ડની રાજધાની અયુથયા કે જેનો અર્થ અયોધ્યા થાય છે. ત્યાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમને આશા છે કે મંદિર નિર્માણ અયોધ્યામાં મંદિર બનાવવા માટે આધારશિલા રાખશે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમારા પક્ષમાં જ આવશે.

ભારતને વિશ્વગુરુ બનાવશે આ મંદિર
મહંત જનમેજય શરણે વધુંમાં કહ્યું હતું કે થાઈલેન્ડમાં બની રહેલું આ મંદિર ભારતને વિશ્વગુરુના રૂપમાં સ્થાપિત કરશે. એનાથી રામની વિચારધારાનો પ્રસાર-પ્રચાર ભારત બહાર પણ થશે. આ મંદિર થાઈલેન્ડના અયુથયા શહેરમાં સોરાય(સર્યુ) નદીને કિનારે બનાવવામાં આવી રહ્યું છે. આ નદી શહેરની વચ્ચે પસાર થઈ રહી છે. તેને થાઈલેન્ડની સર્યુ નદી પણ કહી શકાય.

અયોધ્યા જ છે અયુથયાન અર્થ
ઈતિહાસકારોનું કહેવું છે કે 15મી સદીમાં થાઈલેન્ડની રાજધાનીને અયુથયા કહેવામાં આવતું હતું. તેને સ્થાનિક ભાષામાં અયોધ્યા જ બોલે છે. દક્ષિણ પૂર્વના બૌદ્ધ બહુલ દેશ થાઈલેન્ડના લોકોમાં હુંદૂ ધર્મ પ્રતિ પણ આસ્થા જોવા મળતી હતી. અહિંના લોકો પોતાના રાજાને ભગવાન રામના વંશજ માને છે. તેને વિષ્ણુના અવતાર ગણાવે છે. થાઈલેન્ડની સંસ્કૃતિ અને સાહિત્યમાં રામાયણ અને રામ સાથે બેહદ જોડાવ છે. અહિંના રાજા પોતાના નામ સાથે પણ રામમ લખે છે. એ સિવાય થાઈલેન્ડની રાજધાની બેંગકોકને ‘મહેન્દ્ર અયોધ્યા’ પણ કહે છે. લોકો માને છે કે આ અયોધ્યા ઈન્દ્ર દ્રારા નિર્માણ કરવામાં આવી હતી. જોગાનુંજોગ તેમાં પસાર થતી નદીને સોરાય તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં રામ જન્મને લઈને અયોધ્યા શહેર અને સર્યું નદી સાથે આ વાત તદ્દન બંધબેસતી છે.