આજે કોવિંદ લેશે 14મા રાષ્ટ્રપતિ પદના શપથ, મુખર્જીની વિદાય - Sandesh
  • Home
  • India
  • આજે કોવિંદ લેશે 14મા રાષ્ટ્રપતિ પદના શપથ, મુખર્જીની વિદાય

આજે કોવિંદ લેશે 14મા રાષ્ટ્રપતિ પદના શપથ, મુખર્જીની વિદાય

 | 8:56 am IST

રામનાથ કોવિંદ આજે મંગળવારે 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. આજે સવારે તેઓ રાષ્ટ્રપતિ નિવાસસ્થાને જશે. ત્યાંથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે શાહી બગીમાં સંસદ પહોંચશે. અહીં સેન્ટ્રલ હોલમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તેમને શપથ લેવડાવશે. કોવિંદે મીરાં કુમારને હરાવીને જીત પ્રાપ્ત કરી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને નવા નિમાયેલા રાષ્ટ્રપતિ પોતાની ખુરશીઓની અદલા-બદલી કરશે.

નિયમ પ્રમાણે ખુરશી બદલવાની વચ્ચેની ગણતરીની મિનિટો માટે જસ્ટિસ ખેહર રાષ્ટ્રપતિ સમજાશે. સત્તાવારા સૂત્રોનું કહેવું છે કે કોવિંદ પ્રણવ મુખર્જીની સાથે રાષ્ટ્રપતિ ભવનથી સંસદ સુધી બગીમાં જશે. આ દરમ્યાન મુખર્જી ડાબી બાજુ અને કોવિંદ જમણી બાજુ બેસશે. શપથ ગ્રહરણ સમારંભથી પાછા ફરતાં સમયે તેઓ બંને પોતાની પોઝિશન બદલી લેશે અને એકબીજાની જગ્યા પર આવી જશે.

કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતાં પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમના પુરોગામી પ્રણવ મુખરજીએ પણ રાજઘાટની મુલાકાત લઇ પોતાના કાર્યકાળનો પ્રારંભ કર્યો હતો, જોકે કોવિંદ શપથ ગ્રહણ પહેલાં કે પછી રાજઘાટની મુલાકાત લેવાના છે તેની સ્પષ્ટતા હજુ થઇ નથી.

7મા પગાર પંચમાં કોવિંદનો પગાર પાંચ લાખ થશે
શપથગ્રહણ બાદ રામનાથ કોવિંદ 750થી વધુ કર્મચારી ધરાવતા રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા જશે. હાલમાં રાષ્ટ્રપતિને રૂપિયા દોઢ લાખ માસિક પગાર મળે છે. 7મા પગાર પંચે તેમાં 200 ટકાના વધારાને મંજૂરી આપી છે. 7મા પગાર પંચના અમલ બાદ રામનાથ કોવિંદને માસિક રૂપિયા પાંચ લાખનો પગાર મળશે.

ચીફ જસ્ટિસ ખેહર, સ્પીકર સુમિત્રા મહાજન, અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ સેન્ટ્રલ હોલની તરફ જતાં તેમની સાથે હશે. શપથ ગ્રહણ બાદ સેન્ટ્રલ હોલમાં નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભાષણ હશે. ત્યારબાદ મુખર્જી કોવિંદની સાથે પોતાના નવા ઘર 10 રાજાજી માર્ગ પહોંચશ, જ્યાં નાણાંમંત્રી અરૂણ જેટલી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ સેનાની ત્રણેય પાંખના સ્કવોડ કોવિંદને લેવા તેમના જૂના ઘરે જશે. તેમને બગીમાં બેસાડીને રાષ્ટ્રપતિ ભવન સુધી લાવશે. જ્યાં પ્રાંગણમાં સેના દ્વારા ગાર્ડ ઑફ ઑનર અપાશે.

પૂર્વ રાષ્ટ્રપતિને એક સરકારી વાહન, ડ્રાઇવર, અને ઇંધણ સરકારની તરફથી અપાય છે. મુખર્જીના નજીકના સૂત્રોએ કહ્યું કે તેમને ઑફિસમાંથી ટોયોટા કેમરી કાર માટે કહેવાયું છે. પહેલાં રાષ્ટ્રપતિ પદ દરમ્યાન મુખર્જી મર્સિડીઝમાં સફર કરતાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન