રમઝાન : કેવી રીતે કરવા રોજા - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • રમઝાન : કેવી રીતે કરવા રોજા

રમઝાન : કેવી રીતે કરવા રોજા

 | 10:04 pm IST

રમઝાન મહિનો ચાંદ દેખાય તેના બીજા દિવસથી શરૂ થતો હોય છે. જે અનુસાર બુધવારે ચાંદ દેખાઈ જતાં રમઝાન મહિનો ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. રમઝાન પવિત્ર મહિનામાં કેવી રીતે રોજા કરવા અને કેવી રીતે ઈબાદત કરવી જાણો અહિં…

રમઝાનના મહિનામાં રોજાનો એક વિશેષ સમય હોય છે. રોજાનો સમય સામાન્ય રીતે 15 કલાક અને 15 મિનિટથી લઈને 42 મિનિટની વચ્ચેનો હોય છે. રોજાએ મુસલમાન માટે એક ફરજ માનવામાં આવે છે. તેથી સામાન્યરીતે બધા મુસલમાન તે રાખે છે. આ વખતે મુકદસ રમજાનનો છેલ્લો રોજો સૌથી વધારે સમયનો રહેશે. રમજાનના પ્રથમ રોજાની અવધિ 15 કલાક અને 15 મિનિટની રહેશે જ્યારે છેલ્લા રોજાની અવધિ 15 કલાક અને 42 મિનિટની રહેશે. જ્યારે અલવિદા રોજુ 939 કે પછી 942 મિનિટનું હોઈ શકે છે. જો તે આઠમી જૂને પડે તો 939 મિનિટનું હશે અને જો તે 15મી જૂને પડે તો 942 મિનિટનું હોઈ શકે છે.

સૂર્યોદય પહેલાં એક કલાક પહેલાથી રોજા શરૂ થઈ જાય છે. રોજા દરમિયાન કશું જ ખાવા પર કે પાણી પીવા પર પણ મનાઈ હોય છે. રોજા દરમિયાન ગળા નીચે કશુંજ ઉતારવાની મનાઈ હોય છે. રોજા દરમિયાન નમાઝ કરવામાં આવે છે. પરવરદિગારની બંદગી કરવામાં આવે છે.