ramanand shri krishna sereil hero sarvadaman d banerjee looks now
  • Home
  • Photo Gallery
  • ‘શ્રી કૃષ્ણ’માં કૃષ્ણનો રોલ કરનાર અભિનેતા હાલમાં દેખાય આવો, એનાં કામ વિશે જાણીને સલામી આપશો!

‘શ્રી કૃષ્ણ’માં કૃષ્ણનો રોલ કરનાર અભિનેતા હાલમાં દેખાય આવો, એનાં કામ વિશે જાણીને સલામી આપશો!

 | 6:09 pm IST

કૃષ્ણનું નામ સાંભળતા સૌ પ્રથમ સર્વદમન ડી બેનર્જીનું નામ સામે આવે કે જેમણે રામાનંદ સાગરના પ્રખ્યાત શો ‘શ્રી કૃષ્ણ’માં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. તેણે તેમની ભૂમિકા એટલી સારી રીતે નિભાવી કે લોકોએ તેમને ભગવાન શ્રીકૃષ્ણ તરીકે વાસ્તવિક જીવનમાં સ્વીકારવાનું શરૂ કર્યું અને જ્યાં પણ તેઓ જતાં, લોકો તેમના પગને સ્પર્શ કરતાં. સર્વદમન બેનર્જીએ તેમના પાત્રથી ઘણી લોકપ્રિયતા મેળવી છે.

રામાયણની જેમ રવિવારે સવારે લોકો નવરા થઈને ટીવી સામે બેસી જતા. રામાનંદ સાગરની ધાર્મિક સીરીયલ શ્રી કૃષ્ણ શરૂ થતી. સર્વદમન ડી બેનર્જીએ કૃષ્ણના પાત્રને એવી રીતે સ્થિર કર્યું કે જાણે ભગવાન કળિયુગમાં અવતાર લઈને આવ્યા હોય. આ પછી તેને ઘણા શો મળ્યાં જેમાં તે દેખાયા. જેમ કે ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’. સર્વદમન ડી બેનર્જીએ આ બધા શોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.

ટીવી શો ઉપરાંત સર્વદમન ડી બેનર્જીએ ફિલ્મોમાં પણ કામ કર્યું. તે છેલ્લે સુશાંત સિંહ રાજપૂત સ્ટાર એમએસ ધોનીમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે ધોનીના કોચ ચંચલ ભટ્ટાચાર્યની ભૂમિકા ભજવી હતી. સર્વદમન ડી બેનર્જી આ દિવસોમાં ઋષિકેશમાં રહે છે.

ઋષિકેશમાં તે શું કામ કરે એના વિશે વાત કરીએ તો તે પોતાનું એક મેડિટેશન કેન્દ્ર ચલાવે છે. આ સિવાય તે એક એનજીઓ પણ સંભાળે છે. જ્યાં તે આશરે 200 બાળકોને ભણાવવાનું કામ કરે છે. સર્વદમન ડી બેનર્જી હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને ગ્લેમરસ દુનિયાથી ખુબ દૂર રહે છે.

ફેસબુક પર તે તેના કાર્યો વિશે કહેતા રહે છે. થોડા વર્ષો પહેલા એક ઇન્ટરવ્યુમાં સર્વદમને ઉલ્લેખ કર્યો હતો કે શા માટે તેણે ફિલ્મો અને ટીવીની દુનિયા છોડી. સર્વદમને કહ્યું હતું કે ‘કૃષ્ણ’ કરતી વખતે મેં નક્કી કર્યું હતું કે હું 45-47 વર્ષની વય સુધી જ કામ કરીશ અને તે પછી હું મારા જીવન સાથે જોડાવા માટે કંઈક કરીશ. બસ ત્યાર પછી મને મેડિટેશન મળ્યું અને હવે હું વર્ષોથી તે જ કરતો રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન