ramayan re telcast lockdown gained 170 million viewers in just 4 shows
  • Home
  • Entertainment
  • Bollywood
  • રામાયણે TV જગતમાં રચી દીધો ઈતિહાસ, માત્ર 4 શોએ જ બધા રેકોર્ડ ભાંગીને ભૂક્કો કરી નાંખ્યા!

રામાયણે TV જગતમાં રચી દીધો ઈતિહાસ, માત્ર 4 શોએ જ બધા રેકોર્ડ ભાંગીને ભૂક્કો કરી નાંખ્યા!

 | 2:00 pm IST

લોકડાઉનમાં શરૂ થયેલા સુપરહિટ શો રામાયણના રિપીટ ટેલિકાસ્ટએ ટીઆરપીની રેટિંગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. શોને ખતરનાક રેટિંગ મળ્યું છે. રામાયણની સફળતા પણ બાર્ક તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. બાર્ક પ્રમાણે ગયા અઠવાડિયે ટીવી પર શરૂ થયેલ રામાયણના 4 શોને 170 મિલિયન એટલે કે 17 કરોડ વ્યૂઝ મળ્યા છે.

ગયા શનિવારે સવારે રામાયણના ઓપનિંગ એપિસોડને 34 મિલિયન અને જેની રેટિંગ હતી 3.4 ટકા. તે જ દિવસે રાતના શોને 45 મિલિયન વ્યૂ અને એને 5.2 ટકા રેટિંગ મળી. તો વળી શો લોન્ચિંગના બીજા દિવસે રવિવારે શોની પરફોર્મન્સ વધારે સારું થયું. સવારે 40 મિલિયન અને રાત્રે 51 મિલિયન વ્યૂ મળ્યા હતા. બીએઆરસી ઇન્ડિયાના તાજા અહેવાલ મુજબ, દૂરદર્શનના રામાયણ રિ-ટેલીકાસ્ટને હિંદી જીઇસી શો માટે 2015થી અત્યાર સુધીની સૌથી વધુ રેટિંગ મળી છે.

હાલમાં રામાનંદ સાગરના પ્રોડક્શનમાં બનેલી રામાયણ લોકડાઉનના કારણે હિન્દી એન્ટરટેન્મેન્ટમાં જનરલ કેટેગરીમાં સૌથી વધારે જોવાતો શો બની ગયો છે. બાર્કના ચીફનું કહેવું છે કે, જે રીતે રામાયણને વ્યૂઝ અને રેટિંગ મળ્યું એ ખરેખર સરપ્રાઈજિંગ છે. ફરીથી રામાયણ પ્રસારિત કરવાનો આઈડિયા શાનદાર સાબિત થયો. તો વળી સુનીલ લુલાનું કહેવું છે કે, જે પ્રમાણે શોનું પરફોર્મન્સ અને પ્રગતિ છે એ પ્રમાણે આવતા દિવસોમાં જાહેરાત માટે કંપનીઓની લાઈન લાગી શકે છે.

આ વીડિયો પણ જુઓ: પોલીસ જવાનો માટે 3 મેડિકલ ચેકઅપ વાન કાર્યરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન