ramayan show sita deepika chikhalia then and now look
  • Home
  • Featured
  • Photos: આટલી બદલાઈ ચુકી છે રામાયણની સીતા, જુઓ વર્ષો બાદ દીપિકાનો લુક

Photos: આટલી બદલાઈ ચુકી છે રામાયણની સીતા, જુઓ વર્ષો બાદ દીપિકાનો લુક

 | 8:56 am IST

80ના દશકમાં ખુબજ લોકપ્રિય રામાયણ એક વખત ફરીથી દૂરદર્શન પર પ્રસારિત થઈ રહી છે. રામાયણમાં ઘર ઘરમાં રામ અને સીતાના નામથી જાણીતા થયેલા અરૂણ ગોવિલ અને દીપિકા ચીખલીયા આજે પણ લોકો માટે એ જ રંગ રૂપથી મનમાં વસ્યા છે. હવે ફરી એકવાર રામાયણનું પ્રસારણ થવા જઈ રહ્યું છે.

થોડા સમય પહેલા અરૂણ ગોવિલ અને દીપિકા ચીખલીયા કોમેડી શો કપિલ શર્મામાં આવ્યા હતા ત્યારે શોમાં આવતા ત્રણ મુખ્ય પાત્ર રામ એટલે કે અરૂણ ગોવિલ, સીતા એટલેકે દીપિકા અને લક્ષ્મણ એટલે કે સુનીલ લહરી ત્રણેય એક સાથે નજર આવ્યા હતા.

આ સમય દરમિયાન તેમણે પોતપોતાના એ સમયની યાદોને તાજી કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક લોકોની રિકવેસ્ટ આવતી હતી કે રામાયણને ફરીથી રીટેલિકાસ્ટ કરવામાં આવે. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો ઘરમાં બેસી રહ્યા છે આ સમયે રામાયણનું ફરીથી ટેલિકાસ્ટ કરાતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

રામાનંદ સાગરની આ સીરિયલ રામાયણ જાન્યુઆરી 1987થી જુલાઈ 1988 સુધી ચલાવ્યુ હતુ અને ખુબજ લોકપ્રિય સાબીત થયો હતો. ત્યાર પછી આટલી લોકપ્રિયતા કોઈ શોને મળી શકી નથી.

રામાયણના મુખ્ય પાત્ર સીતામાં ચમકેલી દીપિકાએ કેટલીક ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કર્યુ છે. ત્યારબાદ તેમણે ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી. આજે પણ દીપિકાને લોકો સીતા તરીકે જ સ્વીકારે છે જે તેના માટે ગર્વની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન