NIFTY 10,308.95 +5.80  |  SENSEX 33,250.93 +32.12  |  USD 64.9350 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • BCCI પર ભડક્યા રામચંદ્ર ગુહા: કુંબલે-દ્રવિડ-ઝહિરને લઈને આપ્યું મોટું નિવેદન

BCCI પર ભડક્યા રામચંદ્ર ગુહા: કુંબલે-દ્રવિડ-ઝહિરને લઈને આપ્યું મોટું નિવેદન

 | 4:54 pm IST

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ક્રિકેટ પ્રશાસકોની કમિટી (સીઓએ)થી પોતાને અલગ કરી ચૂકેલ રામચંદ્ર ગુહાના નિશાના પર છે. ઈતિહાસકાર ગુહાએ અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ અને ઝહિરખાનના મુદ્દા પર બીસીસીઆઈના અધિકારીઓને આડે હાથે લઈ લીધા છે. તેમની પ્રતિક્રિયા ત્યારે આવી, જ્યારે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે ભરત અરૂણને લીલી ઝંડી બતાવી દીધી છે.

રવિવારે રામચંદ્ર ગુહાએ ટ્વિટ કરીને કહ્યું કે, અનિલ કુંબલે સાથે ખરાબ વ્યવહાર બાદ ઝહિર ખાન અને રાહુલ દ્રવિડ પ્રતિ આ તિરસ્કાર સામે આવ્યો છે. કુંબલે, દ્રવિડ અને ઝહિર ક્રિકેટના મેદાન પર ખરેખર મહાન હતા, જેમને પોતાનું સર્વસ્વ દેશ માટે લગાવી દીધું હતું. તેઓ સાર્વજનિક અપમાનને યોગ્ય નથી.

અસલમાં, બીસીસીઆઈએ રવિ શાસ્ત્રીને કોચ બનાવવાની સાથે જાહેરાત કરી હતી કે, ઝહિર ખાન બોલિંગ કોચ રહેશે, જ્યારે દ્રવિડ વિદેશ પ્રવાસ દરમિયાન બેટિંગ કોચ રહેશે. પરંતુ ત્યાર બાદ બીસીસીઆઈએ ફેરવી તોળ્યું હતું. નવું નિવેદન જાહેર કરીને કહ્યું કે, સપોર્ટ સ્ટાફના મુદ્દા પર કોચ રવિ શાસ્ત્રીના કહેવા પર જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

આ પહેલા બીસીસીઆઈની પ્રશાસક કમિટી (સીઓએ)ના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ રામચંદ્ર ગુહાની વધુ એક ચિઠ્ઠી સામે આવી હતી. જેમાં તેમને બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને બીસીસીઆઈના અધિકારીઓ (અમિતાભ ચૌધરી)નું કોહલી-કુંબલે વચ્ચે મતભેદ બાબતે ખુબ જ અસંવેદનશીલ અને અવ્યવહારિક રીતે ઉકેલ લાવવાને કારણે નારાજગી વ્યક્ત કરી હતી.