Rameez Raja warns New Zealand over series cancellation, people say this is India's hand
  • Home
  • Sports
  • Cricket
  • સિરીઝ રદ્દ થતા રમીઝ રાજાએ ન્યૂઝીલેન્ડને ચેતવણી આપી, લોકોએ કહ્યું- આમા ભારતનો હાથ છે

સિરીઝ રદ્દ થતા રમીઝ રાજાએ ન્યૂઝીલેન્ડને ચેતવણી આપી, લોકોએ કહ્યું- આમા ભારતનો હાથ છે

 | 4:40 pm IST
  • Share

ક્રિકેટનો નશો લોકોમાં એ હદે હોય છે કે, મેચ જોવા માટે બાળકો શાળાએ પણ જતા નથી. કામકાજી લોકો ઓફિસથી પણ રજા લઇ લે છે અને વૃદ્ધો તો વોકિંગ જવાનું પણ ટાળી નાંખે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે, ભારતમાં ક્રિકેટ એકર નશો છે. લોકે તેને જોવું ખુબ જ પસંદ કરે છે. માટે જો વરસાદના કારણે મેચ રદ્દ થઇ જાય તો લોકો દિવસ વેડફાઇ ગયો હોય તેમ વર્તન કરતા હોય છે. કંઇક આવો જ મામલો પાકિસ્તાનમાં જોવા મળ્યો છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડમાં વન-ડે સિરીઝ રમાવાની હતી, મેચની તમામ તૈયારીઓ પણ થઇ ગઇ હતી. સ્ટેડિયમમાં લોકો બેસી પણ ગયા હતા પરંતુ સુરક્ષા કારણોસર ન્યૂઝીલેન્ડની ટીમે રમવાથી ઇન્કાર કરી દીધો.

જોકે ન્યૂઝીલેન્ડની ટીમે સુરક્ષા કારણોસર સિરીઝ રમાવાથી ઇન્કાર કરતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને તમામ પ્રયત્ન કર્યા છતા મેચ રમાઇ નહીં. આ કારણે પાકિસ્તાનની જનતા ગુસ્સામાં છે. માત્ર આટલું જ નહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજા ફણ સંપૂર્ણ રીતે ભડકી ગયા છે. તેમણે ટ્વીટ કરીને ન્યૂઝીલેન્ડને સારૂ-ખોટું સંભળાવી દીધુ છે.

ટ્વીટમાં રમીઝ રાજાએ લખ્યું-‘તદ્દન બેકાર દિવસ! ક્રિકેટ ફેન્સ અને પોતાના ખેલાડીઓ માટે ખુબ જ પછતાવો થઇ રહ્યો છે. આ નિર્ણય ખુબ જ ખોટો છે. આ ન્યૂઝીલેન્ડ કઇ દુનિયામાં જીવે છે? ન્યૂઝીલેન્ડને તો અમે ICCમાં મળીશું.’ આ ટ્વીટના માધ્યમથી રમીઝ રાજા ન્યૂઝીલેન્ડની ટીમને ધમકી આપી રહ્યા છે. તેઓ ન્યૂઝીલેન્ડ ટીમની ફરિયાદ પણ કરી શકે છે. તેમના ટ્વીટ પર દુનિયાભરથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ક્રિકેટર Simon Doullએ રિ-ટ્વીટ કરતા લખ્યું છે કે, તમને સંપૂર્ણ હક છે કે તમે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ફરિયાદ કરી શકો છો.

@tanweerkhan126 નામના એક ટ્વીટર યૂઝરે લખ્યું છે- અમને પણ વિશ્વકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચ કેન્સલ કરી દેવી જોઇએ.

ક્રિકેટર Daren Sammy એ લખ્યું છે- મને પાકિસ્તાનમાં સુરક્ષા મળે છે. ત્યાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી નથી.

આવામાં ઘણા યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. રમીઝ રાજાના આ ટ્વીટને લગભગ 63 હજાર લોકોએ લાઇક કર્યું છે. ત્યાં જ હજારો લોકોએ ટ્વીટને રિટ્વીટ કર્યું છે. તમને શું લાગે છે, ન્યૂઝીલેન્ડનો આ નિર્ણય કેટલો યોગ્ય હતો?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો