દક્ષિણ આફ્રિકા: રંગભેદ સામેના લડવૈયા રામગોવિંદનું અવસાન - Sandesh
  • Home
  • Uncategorized
  • દક્ષિણ આફ્રિકા: રંગભેદ સામેના લડવૈયા રામગોવિંદનું અવસાન

દક્ષિણ આફ્રિકા: રંગભેદ સામેના લડવૈયા રામગોવિંદનું અવસાન

 | 11:45 am IST

દક્ષિણ આફ્રિકા રંગભેદ સામેના લડવૈયા અને મહાત્મા ગાંધીનાં પૌત્રી અને સામાજિક કાર્યકર ઈલા ગાંધીના પતિ રામગોવિંદનું લાંબી બીમારીને અંતે 83 વર્ષની વયે અવસાન થયું છે. રામગોવિંદ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના વડા હતા. તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતીય સામે થઈ રહેલા ભેદભાવ સામે લડત આપી હતી. સોમવારે કેપટાઉન હોસ્પિટલ ખાતે તેમનું અવસાન થયું હતું.

પરિવારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, 8 ઓક્ટોબરથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

રામગોવિંદે વર્ષ 2009 સુધી સંસદમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસના સભ્યપદે પ્રતિનિધિત્વ કર્યું હતું. મંડેલાને મુક્ત કરવા માટેની ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો. 1985૫માં તેમની સામે રાજદ્રોહના આરોપ મૂકવામાં આવ્યા હતા.

દંપતી ફીનિક્સ સેટલેન્ટ ટ્રસ્ટમાં કાર્યરત હતું. દક્ષિણ આફ્રિકાનાં પોતાનાં રોકાણ દરમિયાન 1904માં મહાત્મા ગાંધીએ તે ટ્રસ્ટની સ્થાપના કરી હતી. રામગોવિંદનું અવસાન થયા તેના ગણતરીના કલાક પહેલાં જ ઈલા પોતાની પુત્રી આશા સાથે સ્વિડન તરફ રવાના થયાં હતાં. પુત્રીને ત્યાં ઓનરરી પદવી એનાયત થવાની હતી. પુત્ર કેદારે કહ્યું હતું કે અંતિમ સંસ્કાર માટે માતા અને પુત્રી પાછાં ફરે તેની પ્રતીક્ષા થઈ રહી હતી. નાતાલ યુનિર્વિસટીમાં પ્રવેશ મેળવતાં સાથે જ રામગોવિંદે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેઓ મંડેલા મુક્તિ અભિયાનમાં જોડાયા હતા. રાજદ્રોહના આક્ષેપ સાથે મંડેલા 27 વર્ષથી જેલમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન