ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટની ડબલ્સમાં રામકુમાર-બાલાજીની જોડી ચેમ્પિયન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટની ડબલ્સમાં રામકુમાર-બાલાજીની જોડી ચેમ્પિયન

ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટની ડબલ્સમાં રામકુમાર-બાલાજીની જોડી ચેમ્પિયન

 | 7:00 am IST
  • Share

એટીપી કાસિસ ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. તાજેતરમાં રમાયેલી એટીપી કાસિસ ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતના રામકુમાર રામનાથન અને એન શ્રીરામ બાલાજીએ ડબલ્સમાં મેક્સિકોના હેંસ હાચ વર્ડુગો અને મિગુલ એંજલ રેયેસ વારેલાને હરાવીને ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. આ ભવ્ય વિજય સાથે જ આ જોડી ચેમ્પિયન બની ગતી. ત્રીજી વરિયતાપ્રાપ્ત ભારતીય જોડીએ સેકન્ડ સીડેડ હરીફોને ૬-૪, ૩-૬, ૧૦-૬થી હરાવ્યા હતા. આ જીત સાથે રામકુમાર અને બાલાજીને ૨૬૭૦ યૂરો અને ૮૦ રેન્કિંગ પોઇન્ટ મળ્યા છે. રામકુમાર માટે ફેબ્રુઆરી ૨૦૨૦ પછી આ પ્રથમ ડબલ્સ ચેલેન્જર ખિતાબ હતો. બાલાજીએ છેલ્લો ડબલ્સ ખિતાબ એપ્રિલ ૨૦૧૯માં તાઇપે ચેલેન્જરમાં મેળવ્યો હતો. ૩૧ વર્ષના બાલાજીની કેરિયરનો આ સાતમો ડબલ્સ ચેલેન્જર ખિતાબ હતો. બાલાજીએ ૪૨ ફ્યૂચર ડબલ્સ ખિતાબ પોતાના નામે કર્યા છે, જેમાં ૨૦૧૪માં એક રામકુમાર સાથેના ખિતાબનો સમાવેશ થાય છે. રામકુમારને સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનના આઠમા સિડેડ લિયામ બ્રોડીએ ૭-૬(૭), ૬-૪થી હરાવ્યો હતો. રામકુમાર હવે ૧૮ સપ્ટેમ્બરે ડેવિસ કપમાં રમશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન