રામોસણા વિસ્તારની દિવાળી સુધરી : અન્ડરબ્રિજ ખુલ્લા મુકાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mehsana
  • રામોસણા વિસ્તારની દિવાળી સુધરી : અન્ડરબ્રિજ ખુલ્લા મુકાયા

રામોસણા વિસ્તારની દિવાળી સુધરી : અન્ડરબ્રિજ ખુલ્લા મુકાયા

 | 1:38 am IST

। મહેસાણા ।

મહેસાણા શહેર અને જિલ્લા નાગરિકો માટે રૂ. ૩૫ કરોડના વિકાસ કાર્યોનું રવિવારે નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કરતાં શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. રામોસણા ફાટક ઉપર ઓવરબ્રીજ બનતાં આ વિસ્તારના નાગરિકો માટે અનેક સમસ્યાો ઉભી થઈ હતી. જેથી આ વિસ્તારના નાગરિકોએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ  બંને બાજુ અંડરબ્રીજ બનાવવા રજૂઆત કરી હતી. માર્ગ-મકાન ખાતાનો હવાલો ધરાવતા નીતિનભાઈ પટેલે આ વિસ્તારના બાળકો, મહિલાઓ અને વૃધ્ધોની ચિંતા કરી તાત્કાલિક અંડરબ્રીજ મંજુર કરી દીધા હતા. રવિવારે હજારો નાગરિકોની ઉપસ્થિતિમાં બંને દિશામાંથી આવવા-જવા માટે અંડરબ્રીજ ખુલ્લા મુકાયા હતા. અંડરબ્રીજ ચાલુ થઈ જતાં આ વિસ્તારના હજારો નાગરિકોએ નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવા અભિવાદન સમારોહ પણ યોજ્યો હતો.

અંડરબ્રીજના લોકાર્પણ પ્રસંગે યોજાયેલા સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોની આરોગ્ય અને સુખાકારી માટે કામ કરવા કટિબધ્ધ છે. મહેસાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ હલ કરવા મોઢેરા ચાર રસ્તા ઉપર રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. કિડની ડાયાલીસીસ સેન્ટર તેમજ માનસિક રોગની હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સારવાર માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ ઉદ્ઘાટન પહેલાં સિવીલ કેમ્પસમાં માનસિક રોગની સારવાર માટે તેમજ કિડની ડાયાલીસીસ સેન્ટરના બે મકાનોનું લોકાર્પણ અને સાંઈબાબા નજીક ખારી નદી ઉપર રૂ. ૧૦ કરોડના ખર્ચે ચાર માર્ગીય ઓવરબ્રીજનું ખાત મુહૂર્ત નાયબ મુખ્યમંત્રીએ કર્યું હતું. આમ રવિવારે રૂ. ૩૫ કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોનું શહેરમાં લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયું હતું.

આ પ્રસંગે સાંસદ જયશ્રીબેન પટેલ, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ડૉ.અનિલ નાયક, ડૉ.અનિલ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી, કોર્પોરેટરો, અધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;