બાબરી મસ્જિદ મેં તોડાવી, ફાંસીનો ડર નથી: રામવિલાસ વેદાંતીનો દાવો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • બાબરી મસ્જિદ મેં તોડાવી, ફાંસીનો ડર નથી: રામવિલાસ વેદાંતીનો દાવો

બાબરી મસ્જિદ મેં તોડાવી, ફાંસીનો ડર નથી: રામવિલાસ વેદાંતીનો દાવો

 | 4:52 pm IST

બાબરી મસ્જિદનું વિવાદાસ્પદ માળખું તોડવા બદલ એકબાજુ ભાજપના સિનિયર નેતાઓ પર કાયદાનો ગાળિયો કસાયો છે ત્યારે એવા સંજોગોમાં પાર્ટીના પૂર્વ સાંસદ અને રામ જન્મભૂમિ ન્યાસના સભ્ય તથા પૂર્વ ભાજપના સાંસદ રામ વિલાસ વેદાંતીના નિવેદને ભાજપની મુશ્કેલી વધારી છે. વેદાંતીએ દાવો કર્યો છે કે અયોધ્યામાં બાબરી મસ્જિદ તેમના કહેવા પર તોડવામાં આવી.

વેદાંતીનું કહેવું માનીએ તો તેમણે જ કારસેવકોને બાબરી મસ્જિદ તોડવાનો આદેશ આપ્યો હતો. તેમના જણાવ્યાં મુજબ વીએચપીના દિવંગત નેતા અશોક સિંઘલ ઉપરાંત મહંત અવૈધનાથ પણ આ ષડયંત્રમાં સામેલ હતાં. વેદાંતીનું કહેવું છે કે ભલે તેમને ફાંસી થઈ જાય પરંતુ તેઓ પોતાના નિવેદનથી પીછેહટ નહીં કરે. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટના નવા ચૂકાદા બાદ બાબરી મસ્જિદ ધ્વંસ ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, અને ઉમા ભારતી સહિત 13 નેતાઓ સામે અપરાધિક ષડયંત્રનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. જો કે આ નેતાઓમાંથી ત્રણનું તો નિધન થઈ ચૂક્યું છે. આથી હવે 10 લોકો સામે કેસ ચાલશે.

કોર્ટે બે વર્ષની અંદર સુનાવણી પૂરી કરવા જણાવ્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે બંને પક્ષો વાતચીત દ્વારા ઉકેલ લાવે. નોંધનીય છે કે 6 ડિસેમ્બર 1992ના રોજ હજારોની સંખ્યામાં કારસેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદ ધ્વંસ કરી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં કોમી રમખાણો થયા હતાં. સીબીઆઈએ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી, યુપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 13 લોકો સામે અપરાધિક ષડયંત્રનો કેસ ચલાવવાની માંગણી કરી હતી.