ramya krishnan birthday here facts about her life Bollywood,
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: શિવગામી દેવીનો છે દબદબો, શ્રીદેવીએ ઠુકરાવેલ રોલથી મળી પ્રસિદ્ધિ

Photos: શિવગામી દેવીનો છે દબદબો, શ્રીદેવીએ ઠુકરાવેલ રોલથી મળી પ્રસિદ્ધિ

 | 10:43 am IST

ફિલ્મ ‘બાહુબલી’ માં દરેક કલાકારોએ તેમના અભિનયથી પાત્રોને યાદગાર બનાવ્યા હતા. મહેન્દ્ર બાહુબલી, કટપ્પા, શિવગામી દેવી હોય કે પછી દેવસેના હોય. બધા કલાકારોએ તેમની ભૂમિકાઓ જીવંત કરી દીધી હતી. આવી જ એક ભૂમિકા રાજમાતા શિવગામીની દેવીની હતી.

જોકે હિન્દી સિનેમા પ્રેમીઓ માટે શિવગામી બનનારી રામ્યા કૃષ્ણન નવો ચહેરો નથી. રામ્યા કૃષ્ણને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જાણીએ.

રામ્યા કૃષ્ણનનો જન્મ 15 સપ્ટેમ્બર 1970 ના રોજ ચેન્નઇમાં થયો હતો. 14 વર્ષની ઉંમરે રામ્યાએ તમિલ ફિલ્મ ‘વેલ્લઇ મનાસુ’ (1984) થી પ્રવેશ કર્યો હતો. ‘બાહુબલી’ માં રમ્યાનો ઠસ્સો અને ભપકો રાજમાતાને શોભે તેવા હતા. રામ્યા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પછી બોલિવૂડમાં પણ ચમકી હતી.

1993 માં તેણે યશ ચોપરાની ફિલ્મ ‘પરમપરા’ સાથે હિન્દી સિનેમામાં મુખ્ય અભિનેત્રી તરીકેની શરૂઆત કરી હતી. ત્યારબાદ રામ્યાએ સુભાષ ઘાઇની ‘ખલનાયક’, મહેશ ભટ્ટની ‘ચાહત’ અને ડેવિડ ધવનની ‘બનારસી બાબુ’ અને ‘બડે મિયાં છોટી મિયાં’ માં ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ ‘બાહુબલી’ રામ્યાની કારકિર્દી માટે એક માઇલસ્ટોન સાબિત થઈ. બહુ ઓછા લોકો જાણતા હશે કે શ્રીદેવીને શિવગામીનીની ભૂમિકા માટે વાત કરવામાં આવી હતી, પરંતુ ડિરેક્ટર રાજામૌલી સાથે વાત ન જામતા રામ્યાને આ ભૂમિકા મળી હતી. શ્રીદેવીએ આ ભૂમિકા માટે છ કરોડ માંગ્યા હતા.

વળી, શ્રીદેવીએ તેના માટે ફાઇવ સ્ટાર હોટલનો સંપૂર્ણ ફ્લોર બુક કરાવવાનું કહ્યું હતું. ફિલ્મનું બજેટ પહેલેથી જ ખૂબ વધારે હતું. આવી સ્થિતિમાં, રાજામૌલીએ રામ્યા કૃષ્ણનને લેવાનું પસંદ કર્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન