મિહિકા બજાજની હલ્દી સેરેમનીનો આ લુક જોઇ કહેશો વાહ! જુઓ એકથી એક સુંદર તસવીરો
ફિલ્મ બાહુબલીમાં ભલ્લાદેવનું પાત્ર ભજવનાર અભિનેતા રાણા દગ્ગુબાતી માત્ર એક દિવસ બાદ ગર્લફ્રેન્ડ મિહિકા બજાજા સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. બન્ને પક્ષના પરિવારમાં લગ્ન રિવાજ અને વિધિ શરૂ થઇ ગઇ છે. જેને લઇને કપલ લાઇમ લાઇટમાં છે. હાલમાં કપલની હલ્દી સેરેનમનીની સુંદર તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે અને ફેન્સ પણ આ તસવીરોને લાઇક કરી રહ્યા છે.
હલ્દી સેરેમની દરમિયાનન મિહિકાએ યલો અને ગોલ્ડન કલરનો લહંગા પહેરેલો છે. તેની સાથે તેણે કોડીથી બનેલી જ્વેલરી પસંદ કરી છે. જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. મિનિમલ મેકઅપ અને ન્યૂડ લિપ્સ્ટક સાથે ઓપન હેર તેના લુકને કમ્પલિટ કરી રહ્યું છે. જ્યારે રાણા દગ્ગુબાતીએ વ્હાઇટ કલરના કૂર્તામાં નજરે પડી રહ્યા છે. તે તેની થનારી પત્ની સાથે સ્માઇલ આપતા પોઝ આપી રહ્યા છે. આ લોકોના લગ્ન 8 ઓગસ્ટે થશે. લગ્નની દરેક વિધિ હૈદરાબાદના રામાનાયડૂ સ્ટૂડિયોમાં થશે. લગ્નમાં 30 લોકો સામેલ થશે. જેમા પક્ષના નજીકના લોકો હશે. એટલું જ નહીં. કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટેંસિંગ પણ રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન