Rana Daggubati and Pawan Kalyan's film Bhimla Nayak is in the news these days
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાણા દગ્ગુબાતી અને પવન કલ્યાણની Bheemla Nayakના હક કરોડોમાં વેચાયા

રાણા દગ્ગુબાતી અને પવન કલ્યાણની Bheemla Nayakના હક કરોડોમાં વેચાયા

 | 4:36 am IST
  • Share

  • લૉકડાઉન ખૂલતા સાઉથની ઈન્ડસ્ટ્રી ઘણું સારું પ્રદર્શન કરી છે
  • ફિલ્મને તેલંગાણામાં રજૂ કરવા માટે નિર્માતાઓને 40 કરોડ મળ્યા

હુબલીમાં ભલ્લાલ દેવનું પાત્ર કરીને દેશભરમાં જાણીતા થયેલા સાઉથના હીરો રાણા દગ્ગુબાતી અને પવન કલ્યાણની ફિલ્મ ભીમલા નાયક આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મ જાન્યુઆરી 2022માં મકરસંક્રાંતિના દિવસે રજૂ થવાની છે. જોકે હાલ તે તેના તેલંગાણામાં વેચાયેલા થિયેટ્રિકલ અધિકારોને લઈને ચર્ચામાં છે. મળતી વિગતો પ્રમાણે ફિલ્મને થિયેટરમાં રજૂ કરવાના હક નિર્માતાઓએ ઊંચી રકમમાં વેચ્યા છે.

સમાચારો મુજબ ફિલ્મને તેલંગાણામાં રજૂ કરવા માટે નિર્માતાઓને 40 કરોડ મળ્યા છે. આ હક અહીંના નિઝામ વિસ્તારમાં બતાવવા માટેના છે. ફિલ્મમાં સાઉથના બે મોટા સ્ટાર પવન કલ્યાણ અને રાણા દગ્ગુબાતી છે જેનો અહીં ભારે ક્રેઝ છે. આ ફિલ્મ મલયાલમ બ્લોકબસ્ટર અય્યપનમ કોશિયમની તેલુગુ રિમેક છે. જેના કારણે પણ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોઈ થિયેટ્રિકલ રાઈટ્સ આટલી મોટી રકમમાં વેચાયા છે.

આ સમયગાળામાં જ એસ.એસ. રાજામૌલીની ફિલ્મ આર.આર.આર. અને પ્રભાસની ફિલ્મ રાધેશ્યામ પણ રજૂ થવા જઈ રહી છે. તેમ છતાં આટલી મોટી રકમ મળતાં નિર્માતાઓ અને ફિલ્મ સાથે જોડાયેલા સૌ ખુશ છે. હાલ કોરોના પછી લૉકડાઉન ખૂલતા સાઉથની ઈન્ડસ્ટ્રી ઘણું સારું પ્રદર્શન કરી છે. નવેસરથી દર્શકો અહીં થિયેટરોમાં ફિલ્મો જોવા આવી રહ્યાં છે જેના કારણે નિર્માતાઓને પણ તેનો લાભ થઈ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો