rana daggubati opens up about his health condition
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાહુબલીના ભલ્લાલદેવે મોતને જોયું છે નજીકથી, સંઘર્ષ ગાથા સાંભળીને રૂવાડાં ઉભા થઈ જશે!

બાહુબલીના ભલ્લાલદેવે મોતને જોયું છે નજીકથી, સંઘર્ષ ગાથા સાંભળીને રૂવાડાં ઉભા થઈ જશે!

 | 7:25 pm IST
  • Share

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા રાણા દગ્ગુબાતી(Rana Daggubati)એ તેમના સ્વાસ્થ્યને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે. અભિનેત્રી સામંથા અક્કીનેની(Samantha Akkineni)ના ચેટ શોમાં રાણા દગ્ગુબતી પહોંચ્યો હતો. આ શોમાં તેણે ઘણી અંગત વાતો શેર કરી. આ દરમિયાન તેમણે તેમના સ્વાસ્થ્ય અને સંઘર્ષ વિશે જણાવ્યું હતું. અભિનેતાએ કહ્યું કે જ્યારે જીવન ઝડપથી આગળ ધપી રહ્યું હતું ત્યારે જ અચાનક બ્રેક લાગી હતી.

રાણા દગ્ગુબાતીએ જણાવ્યું હતું કે હૃદયમાં કેલ્કીફિકેશન થવાના કારણે મુશ્કેલીઓ વધી હતી. કિડનીમાં પણ સમસ્યા હતી. આવી સ્થિતિમાં 70 ટકા સ્ટ્રોકનું જોખમ છે. તે જ સમયે 30 ટકા તો સીધો મોતનો જ ડર હતો. તો વળી સામંથાએ કહ્યું- તેણે રાણા દગ્ગુબતીને આ સંઘર્ષ કરતો જોયો છે. આ જણાવતાં તે ભાવુક થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે, રાણા દગ્ગુબાતીના ફેન્સે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેનો એક ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો, જેમાં તે ખૂબ જ પાતળો જોવા મળ્યો હતો. જાણે તે કોઈ મોટી બીમારીનો સામનો કરી રહ્યો હોય. આ તસવીર જોઈને બધાને આશ્ચર્ય થયું. આ પછી રાણાએ પણ એક ટ્રેન્ડિંગ ફોટો સાથે પ્રતિક્રિયા આપી હતી.

રાણા દગ્ગુબાતીએ પોતાની પ્રતિક્રિયામાં કિડની ટ્રાન્સપ્લાન્ટના અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તે હાલમાં એકદમ સ્વસ્થ છે. લોકોની ચિંતા અંગે રાણાએ કહ્યું કે તેમનો હું આભારી છું. વર્ક વિશે વાત કરીએ તો રાણા દગ્ગુબાતી ટૂંક સમયમાં ફિલ્મ હાથી મેરે સાથીમાં જોવા મળશે. ફિલ્મમાં તેનો લુક હંમેશાથી અલગ જ હોય ​​છે. આ ફિલ્મ વર્ષ 2021માં મકરસંક્રાંતિ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, શ્રિયા પિલગાંવકર અને ઝોયા હુસેન પણ છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં રેલવે વિભાગમાં વધ્યો કોરોનાનો વ્યાપ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો