Rana Kapoor Has Made Luxurious Bungalow Next To Mukesh Ambani Antilia
  • Home
  • Featured
  • લાખો લોકોને રાતો રાત ATM બહાર ઉભા કરી દેનારા રાણા કપૂર તો મુકેશ અંબાણીના પાડોશી

લાખો લોકોને રાતો રાત ATM બહાર ઉભા કરી દેનારા રાણા કપૂર તો મુકેશ અંબાણીના પાડોશી

 | 12:21 pm IST

હજારો કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં અટકાયતમાં લેવામાં આવેલા યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરને વિજય માલ્યાની માફક વૈભવી જીવનશૈલી માટે ઓળખવામાં આવતા હતાં. લંડનમાં અખૂટ સંપત્તિ જમા કરનારા રાણા કપૂરે ભારતમાં પણ અનેક વૈભવી સંપત્તિઓ બનાવી હતી. રાણા કપૂરનો પરિવાર મુંબઈમાં રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બાજુમાં જ 128 કરોડ રૂપિયાનો આલિશાન બંગલો ખરીદ્યો હતો.

ભારતના 10 સૌથી મોંઘા ઘરોમાં શામેલ રાણાનું ઘર

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરના પરિવારે વર્ષ 2018માં 128 કરોડ રૂપિયાના ખર્ચે એક જમીનનો એક પ્લોટ ખરીધ્યો હતો. આ જમીન પર રાણાના પરિવારે પોતાના સપનાનો એક મહેલ ઉભો કર્યો હતો. બિઝનેસ ઈનસાઈડરના અહેવાલ પ્રમાણે આ ભારતના 10 સૌથી મોંઘા ઘરોમાંનુ એક છે. આ બંગલો મુંબઈના અતિ મોંઘા અને પોશ ગણાતા ટોની એલ્ટામાઉંટ રોડ પર આવેલો છે. આ ઈમારતનો માલિકી હક સિટી ગ્રુપ પાસે હતો.

એંટીલિયાને અડીને જ આવેલો છે રાણા કપૂરનો મહેલ

રાણા કપૂરનો આ બંગલો મુકેશ અંબાણીના દુનિયાના સૌથી મોંઘા ઘર એવા એન્ટીલિયાને અડીને જ આવેલો છે. 44 અબજ રૂપિયાની કિંમતના એંન્ટીલિયાને અડીને આવેલો હોવાથી રાણા કપૂરનો આ મહેલ ઓછો ચર્ચામાં આવતો હતો પણ સુવિધાઓની બાબતમાં તે અદ્યતન ગણાતો હતો. ખુર્શીદાબાદ બિલ્ડિંગમાં બનેલા 6 એપાર્ટમેંટમાં આ બંગલો બનાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ભારતના સૌથી અમીર બિઝનેસમેન રહે છે. રાણાનો આ ‘મહેલ’ને અડીને જ જાણીત ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા પણ રહે છે.

પત્નીના નામે ખરીદ્યો હતો બંગલો

આ બિલ્ડિંગને કપૂરની પત્ની બિંદૂ અને એક ખાનગી કંપનીના નામે ખરીદવામાં આવ્યો હતો. આ બિલ્ડિંગની ખરીદી બાદ રાણાએ કહ્યું હતું કે, મારા પરિવાર ખરીદ્યો છે મેં નહીં. દિલ્હીમાં જન્મેલા રાણા કપૂરે એક બેંકર તરીકે શરૂઆત કરી અને ભારતની ચોથા નંબરની સૌથી મોટી બેંક યસ બેંકની સ્થાપના કરી હતી. સાઉથ મુંબઈમાં એક વર્ષ સુધી તપાસ હાથ ધર્યા બાદ રાણા કપૂરની પત્નીએ આ બંગલો ખરીદ્યો હતો. આ બંગલાનું કુલ બાંધકામ 14800 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન