રણબીર અને આલિયા વચ્ચે રોમાન્સની ખબર - Sandesh
NIFTY 10,992.75 -26.15  |  SENSEX 36,511.85 +-29.78  |  USD 68.6650 +0.15
1.6M
1M
1.7M
APPS

રણબીર અને આલિયા વચ્ચે રોમાન્સની ખબર

 | 4:07 am IST

રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની તૈયારી કરી રહ્યો છે, તેણે તાજેતરમાં જ સંજય દત્તની બાયોગ્રાફીનું શૂટિંગ સમાપ્ત કરી દીધંુ છે અને હવે તે આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે પહેલીવાર આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે, બ્રહ્માસ્ત્ર ફિલ્મની તૈયારી રૂપે રણબીર અને આલિયા થોડા સમય પહેલા જ વિદેશ જઇ આવ્યા હતા, તેમજ રણબીર બેથી ત્રણવાર આલિયાના ઘરે જતા પણ જોવા મળી ચૂક્યો છે. આમ સતત એકબીજાને મળતા રહેવાના કારણે હાલમાં આલિયા અને રણબીરના અફેરની વાતો ઇન્ડસ્ટ્રીમાં ઊડી રહી છે. આ કારણે રણબીર ઘણો જ પરેશાન છે. તેણે આલિયા અને કરણ જોહરના પી.આરને પણ રણબીરે કોલ કરીને આ અફવા અંગે ઠપકો આપ્યો હતો. વાત જાણે એમ છે કે આલિયા રણબીરની એક્સ કેટરિનાની ખાસ મિત્ર છે, અને હવે રણબીર ઇન્ડસ્ટ્રીમાં તેના અફેરની ચર્ચા ઊડીને તેની ઇમેજ પ્લેબોય જેવી બને તેમ નથી ઇચ્છતો.