Ranbir and Alia Come Back From New York
  • Home
  • Featured
  • Photos: રજાઓ માણી પરત ફર્યા રણબીર-આલિયા, ખાસ છે આલિયાએ પહેરેલા બૂટ

Photos: રજાઓ માણી પરત ફર્યા રણબીર-આલિયા, ખાસ છે આલિયાએ પહેરેલા બૂટ

 | 10:52 am IST

બોલીવુડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ન્યૂયૉર્કમાં ન્યૂ યર સેલિબ્રેશન બાદ મુંબઈ પરત ફર્યા છે. લવ બર્ડ કપલને હાલમાં જ મુંબઈ એરપૉર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા. રણબીર અને આલિયા પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય નીકાળીને ન્યૂયૉર્ક પહોંચ્યા હતા, ત્યાં ઋષિ કપૂર અને નીતૂ કપૂરની સાથે બંનેએ નવા વર્ષનું સ્વાગત કર્યું. આ દરમિયાન રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર પણ જોવા મળી હતી.

નવા વર્ષનાં સેલિબ્રેશનની ઘણી તસવીરો રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર શેર કરી છે. રણબીર અને આલિયા એરપપૉર્ટ પર ડેનિમ લૂકમાં જોવા મળ્યા હતા. સૌથી વધારે ચર્ચામાં આલિયાનાં રેડ બૂટ અને બ્લેક ગૉગલ્સ રહ્યા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પોતાના સંબંધને ઘણીવાર સ્વીકાર કર્યો છે. રણબીર અને આલિયાની જોડી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન