Ranbir kapoor Alia Bhatt dinner date with neetu-kapoor
  • Home
  • Entertainment
  • Bollywood
  • આલિયાએ ફક્ત રણબીરનું જ નહી નીતૂ કપૂરનું પણ મોહી લીધુ મન

આલિયાએ ફક્ત રણબીરનું જ નહી નીતૂ કપૂરનું પણ મોહી લીધુ મન

 | 12:07 pm IST

બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી એક બીજા સાથે રિલેશનશિપમાં છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં બંને સાથે કામ કરી રહ્યા છે રીલ લાઈફ અને રીઅલ લાઈફમાં આ જોડી સૌને પસંદ આવી રહી છે. હવે તો આ કપલના બંનેના પરિવાર જનોએ પણ તેમના સંબંધને સ્વીકારી લીધો છે. રણબીર અને આલિયા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે કપૂર પરિવારમાં આલિયાએ સરળતાથી એન્ટ્રી મેળવી લીધી છે. નાના મોટા દરેક પ્રસંગે આલિયા કપૂર પરિવારમાં જોવા મળે છે.

હાલ સોશિયલ મીડિયા પર એક તસવીરે ધૂમ મચાવી છે જેમાં આલિયા અને રણબીર સાથે તેની માતા નીતૂ કપૂર પણ જોવા મળી રહી છે. આ કપલે થોડા સમય પહેલા લંડનમાં એક બીજા સાથે સમય વિતાવ્યો હતો. આલિયાની બહેન શાહીન ભટ્ટ પણ પાછળથી તેમની સાથે જોવા મળી હતી. નીતૂ આલિયાની ખુબજ નજીક છે અને તેના પરિવારને પણ એટલી જ પ્રિય છે.

દર્શકો આતુરતાથી આ કપલની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન પણ મુખ્યભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મ અંગે કહેવામાં આવે છે કે આને કેટલાક પાર્ટમાં બનાવવામાં આવશે. અત્યાર સુધી ફિલ્મનો કોઈ લુક, પોસ્ટર કે ટીઝર રીલિઝ કરવામાં આવ્યું નથી. હાં ફિલ્મનો લોગો ખુબજ દમદાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો.

આ વીડિયો જુઓ: બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીએ અયોધ્યા મામલે સુપ્રીમના ચુકાદાને આવકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન