Ranbir Kapoor-Alia Bhatt's December wedding float again
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણબીર-આલિયાની લગ્નની તારીખો થઈ નક્કી, વિદેશ નહીં પણ ભારતમાં અહીં જ લેશે ફેરા

રણબીર-આલિયાની લગ્નની તારીખો થઈ નક્કી, વિદેશ નહીં પણ ભારતમાં અહીં જ લેશે ફેરા

 | 8:43 pm IST

બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર અને અભિનેત્રીના પ્રેમની ચર્ચા ચારેકોર છે. આલિયા તો પહેલાથી જ રણબીરને ખૂબ જ પસંદ કરતી હતી. પરંતુ રણબીર કેટરીનાની સાથે રિલેશનશિપમાં હતો. જેવો રણબીરે કેટરીના સાથે બ્રેકઅપ કર્યું કે, તુરંત જ આલિયા એન્ટ્રી મારી લીધી. આ બંને ડેટ કરવા લાગ્યા. અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં બંનેને એકસાથે કામ કરવાની તક મળતા બંને વધારે નજીક આવ્યા અને હવે વાત લગ્ન સુધી આવી ગઈ છે.

લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા રણબીર આલિયાને ફેન્સ પણ એકસાથે જોવા માગે છે. બંને ન તો માત્ર સિલ્વર સ્ક્રીન પર સાથે નજર આવે છે, પરંતુ તેમના લગ્નના સમાચાર પણ ઘણા લાંબ સમયથી સામે આવી રહ્યા છે. હવે ખરેખર બંનેના લગ્ન પણ નક્કી થયા હોવાના અહેવાલ છે. એવી પણ ચર્ચા છે કે,  ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝ બાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે.

આલિયા અને રણબીરના લગ્ન માટે મુંબઈને ફાઈનલ વેન્ચુ તરીકે નક્કી કરવામાં આવશે. રણબીર-આલિયા ડેસ્ટિનેશન વેડિંગની જગ્યાએ મુંબઈમાં જ લગ્ન કરશે. આ બોલિવૂડના પ્રેમી પંખીડા લગભગ ડિસેમ્બરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગ્નનું ફંક્શન 21 ડિસેમ્બરના રોજ શરૂ થશે જે 4 દિવસ ચાલશે. રણબીરના પિતા રિશિ કપૂરની તબિયત સારી છે જેથી હવે આ સંબંધને આગળ વધારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન