Ranbir kapoor-Alia's romantic picture goes viral on social media
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણબીર-આલિયાની રોમેન્ટિક તસવીરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

રણબીર-આલિયાની રોમેન્ટિક તસવીરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

 | 6:29 pm IST
  • Share

  • રણબીર લવ રંજનની ફિલ્માં જોવા મળશે
  • આલિયાની બ્રહ્માસ્ત્ર ટૂંક સમયમાં રિલીઝ થશે
  • રણબીર-આલિયા ટૂંક સમયમાં કરશે લગ્ન

દિવાળીની ઉજવણી કરતા ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે અને ફેન્સને દિવાળીની શુભકામના પાઠવી છે. તો બીજી તરફ, આલિયા ભટ્ટે ન માત્ર તેમના ફેન્સ સાથે તેમના પ્રેમ અને પ્રકાશની શુભેચ્છા પાઠવી પરંતુ સાથે એક તસવીર પણ શેર કરી છે જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તેણે તેના બોયફ્રેન્ડ અને અભિનેતા રણબીર કપૂર સાથેની તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

એથનિક વેરમાં જોવા મળી આલિયા

આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિવાળીની બે પોસ્ટ શેર કરી છે. પ્રથમ પોસ્ટમાં તે વાયોલેટ કલરના એથનિક વસ્ત્રોમાં જોવા મળી રહી છે, જે ડિઝાઇનર સબ્યસાચીના એટેલિયરમાંથી લેવામાં આવ્યા હતા. તેનું કેપ્શન હતું, લિટલ લાઇટ, હેપ્પી દિવાલી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

બીજી પોસ્ટમાં રણબીર સાથે જોવા મળી

બીજી પોસ્ટમાં આલિયા ભટ્ટ પણ તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે જોવા મળી હતી. તસવીરમાં બંને એકબીજાની બાહોમાં એકબીજાની આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યાં છે. ક્લિક માટે પોઝ આપતા આ બંને એક ડ્રીમ કપલ જેવા દેખાય રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં આલિયાએ લખ્યું, અને થોડો પ્રેમ, હેપ્પી દિવાલી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો