Ranbir Kapoor And Alia Bhatt Spot Together In Award Function
  • Home
  • Featured
  • Photos: આલિયાનાં હાથમાં હાથ નાંખીને જોવા મળ્યો રણબીર, સામે આવી ખાસ તસવીરો

Photos: આલિયાનાં હાથમાં હાથ નાંખીને જોવા મળ્યો રણબીર, સામે આવી ખાસ તસવીરો

 | 12:19 pm IST

બોલીવુડનાં લવબર્ડ્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવાર રાત્રે મુંબઈમાં આયોજિત થયેલા ઝી સીને એવૉર્ડ શૉમાં જોવા મળ્યા હતા. બંને એવૉર્ડ શૉ બાદ હાથમાં હાથ નાંખીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. બંનેની રૉમેન્ટિક કેમિસ્ટ્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એવૉર્ડ શૉમાં રણબીર કપૂર બ્લેક સૂટ પેન્ટમાં જોવા મળ્યો. આલિયા ભટ્ટ મલ્ટી કલરનાં ગાઉનમાં જોવા મળી હતી. એવૉર્ડ શૉમાં આલિયા અને રણબીરની જોડી ઘણી જ સુંદર લાગી રહી હતી.

આલિયા અને રણબીર બંને પોતાના રીલેશન વિશે વધારે ચર્ચા નથી કરતા, પરંતુ બંનેએ પોતાના સંબંધને છુપાવ્યો પણ નથી. આ કારણે એવૉર્ડ નાઇટમાં તેઓ બંને એક સાથે જોવા મળતા હોય છે. રીપૉર્ટ પ્રમાણે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જલ્દી લગ્ન કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ઋષિ કપૂર દેશ પરત ફરતા જ બંનેનાં લગ્નની જાહેરાત થઇ શકે છે. જો કે આલિયા ભટ્ટે કહ્યું છે કે તે 30 વર્ષની થશે પછી લગ્ન કરશે.

રણબીર કપૂર થોડાક દિવસો પહેલા આલિયા ભટ્ટનાં ઘરે બર્થડે સિલિબ્રેશનમાં પહોંચ્યો હતો. રીયલ લાઇફ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલ્દી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન