December 2020 wedding for Ranbir Kapoor and Alia Bhatt?
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડના આ સુપરસ્ટાર પ્રેમી પંખીડા આ વર્ષે જ કરશે લગ્ન, તડામાર તૈયારીઓ શરૂ

બોલિવૂડના આ સુપરસ્ટાર પ્રેમી પંખીડા આ વર્ષે જ કરશે લગ્ન, તડામાર તૈયારીઓ શરૂ

 | 6:12 pm IST

ફિલ્મ જગતમાં છેલ્લા કેટલાયે સમયથી જેનું નામ ચર્ચાતુ રહ્યુ છે તેવા એક્ટર રણબીર કપૂર અને સૌની લાડકી એકટ્રેસ આલિયા ભટ્ટ પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર આ કપલ આ વખતે ડિસેમ્બરમાં લગ્ન કરી લેશે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલિઝ થયાના એક દીવસ પછી તરત જ આ કપલ લગ્ન કરી લેશે. આ ફિલ્મ 4 December 2020ના રિલીઝ થવાની છે.

રણબીર અને આલિયાના લગ્નની તડામાર તૈયારીઓ શરૂ
સમાચાર અનુસાર રમબીર અને આલિયાના લગ્નની પહેલા જ તડામાર તૈયારીઓ થઈ ચુકી છે. જેવી ફિલ્મ રિલીઝ થઈ કોઈની પણ રાહ જોયા વગર આ કપલ પ્રભુતામાં પગલા પાડી દેશે એ વાત નક્કી છે. અંતિમ તારીખ માટે બંને પરિવારની સહમતિ મળી ચુકી છે. વધારેમાં વધારે લોકો આ લગ્નમાં જોડાય તેવી તૈયારીઓ થવા લાગી છે.

સમાચાર તો એવા પણ મળી રહ્યા છે કે આ બંને કલાકાર પોતાના કામથી આરામ લઈ રહ્યા છે. સંજય લીલા ભણસાળી તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા સાથે કામ કરી રહ્યા છે. શૂટિંગમાંથી એક બ્રેક લઈ આલિયા આરામ કરી રહી છે. ફિલ્મમાં આલિયા ખુબજ મહત્વનો રોલ કરે છે અને હાલ થોડો થાક લાગે તો મુશ્કેલી ન આવે એટલે વચ્ચે આરામ પણ કરી લે છે.

આલિયા તેની બીજી ફિલ્મ તખ્તમાં પણ મહત્વનો રોલ નિભાવી રહી છે જેમાં આલિયા કરણ જૌહરની ફિલ્મમાં મુઘલકાળનો રોલ નિભાવે છે. આથી આ કામમાં પણ થાક લાગે તે માટે થોડો આરામ કરી લે છે.રણબીર બ્રહ્માસ્ત્ર પછી કરણ જોહરની ફિલ્મ શમશેરા સિવાય લવ રંજનની ફિલ્મ સાઈન કરી ચપક્યો છે. રણબીર પણ હાલતો થોડો સમય કામથી દુર જ રહેશે.

ઋષિ કપૂરની તબિયત ખરાબ
થોડા દિવસ પહેલા અમેરિકાથી ઇલાજ કરીને પરત ફરેલા ઋષિ કપૂરની તબિયત ફરી લથડતા તેમને દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વાયરલ ફીવરના કારણે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે. હવે આ કપલ લગ્ન કરી જ લેશે એ વાત તો નક્કી જ છે.

આ વીડિયો જુઓ: તાનાજીનો તરખાટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન