Ranbir Kapoor Birthday: Know about his biggest Secret
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણબીર કપૂર છે અસલી સુપરસ્ટાર, જાણો ફિલ્મોની સાથે જોડાયેલા ખાસ SECRETS

રણબીર કપૂર છે અસલી સુપરસ્ટાર, જાણો ફિલ્મોની સાથે જોડાયેલા ખાસ SECRETS

 | 11:16 am IST
  • Share

  • રણબીર કપૂરનો જન્મદિવસ
  • કોઈપણ ફિલ્મના શૂટિંગ પહેલા કરે છે હોમવર્ક
  • જાણો રણબીરના ખાસ SECRETS

આજે રણબીર કપૂરનો જન્મદિવસ છે અને તેઓ કરિયરમાં એકથી એક ફિલ્મો આપી ચૂક્યા છે. ફિલ્મના શૂટિંગ પહેલા હોમવર્ક કરી લેનારા રણબીરની જાણો ખાસ SECRETS.

એક્ટિંગને લઈને દરેક ફિલ્મમાં પોતાની છાપ કાયમ કરનારા રણબીર કપૂરનો આજે 39મો જન્મદિવસ છે. તેઓએ કરિયરમાં એકથી વધીને એક ફિલ્મ કરી છે. દરેક ફિલ્મના કેરેક્ટરમાં પ્રાણ પૂરવા તેઓ પોતાને પહેલાથી તૈયાર કરે છે અને ફિલ્મના શૂટિંગ કરવા માટે પોતે હોમવર્ક કરે છે. તેઓએ બોલિવૂડમાં ડેબ્યૂ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘સાંવરિયા’ થી કર્યું હતું. બોક્સ ઓફિસ પર તે ખાસ નામ કમાઈ શકી નથી પણ દર્શકોને પણ સમજાઈ ગયું છે કે જેન-નેકસ્ટ સુપરસ્ટાર મળી ચૂક્યા છે.

દર્શકોના દિલમાં ખાસ કામને લઈને કરી રહ્યા છે રાજ

ટોવેલ ડાન્સ

રણબીરે પહેલી ફિલ્મ ‘સાંવરિયા’માં ટોવેલ ડાન્સ કર્યો હતો. તેના કારણે તે ચર્ચામાં રહ્યા. રણબીર અને ઋષિ કપૂર બંનેએ પોતાની પહેલી ફિલ્મમાં ટોવેલ ડાન્સ કર્યો હતો.

પોતાના 60-70 બોક્સર કર્યા હતા ટ્રાય

રણબીર કપૂરને જ્યારે ‘વેક અપ સિડ’ ઓફર થઈ હતી તો ફિલ્મનું ટાઈટલ ત્યાં સુધી રખાયું નહીં જ્યાં સુધી રણબીરે ફિલ્મનું નામ ‘વેક અપ સિડ’ રાખ્યું. પહેલા સીનને શૂટ કરતી સમયે રણબીર કપૂરે 60-70 બોક્સર ટ્રાય કર્યા હતા. ફિલ્મમાં પહેરાયેલા તમામ બોક્સર રણબીરના હતા.

‘રોકસ્ટાર’માં કર્યું આવું

રણબીરે ‘રોકસ્ટાર’માં તમામ સીન્સ રિવર્સ ઓર્ડરમાં શૂટ કર્યા જેથી તેની હેરસ્ટાઈલ પરફેક્ટ રહે. રણબીરે આ ફિલ્મના માટે ગિટાર વગાડવાનું પણ શીખ્યું.

‘બર્ફી’ પણ રહી ચર્ચામા

‘બર્ફી’ રણબીરની એક એવી ફિલ્મ છે જેને દરેક ઉંમરના દર્શકોએ પસંદ કરી છે. અહીં તેમનો ચાર્લી ચેપ્લીનનો અને મિસ્ટર બીનથી પ્રભાવિત રોલ માટે રણબીર એકમાત્ર પસંદગી હતા. ફિલ્મ માટે લાંબા સમય સુધી પોતાને એક રૂમમાં બંધ કર્યા હતા.

‘તમાશા’ ન હતી સરળ

‘તમાશા’ ફિલ્મ પહેલા રણબીર અને દીપિકાનું બ્રેકઅપ થયું હતું. ફિલ્મના ગીત ‘અગર તુમ સાથ હો’ને શૂટ કરવાનું બંનેને માટે સરળ ન હતું. આ ગીતને શૂટ કરવા માટે તેમને ફરી જૂના ફેઝમાં જવું પડે જેથી ઈમોશન આવી શકે.

‘સંજૂ’માં પણ કર્યો શાનદાર રોલ

‘સંજૂ’માં પણ રણબીર કપૂરે પોતાને ટ્રાન્સફોર્મ કરવાનું કામ કર્યું, વજન વધારવાથી લઈને વજન ઘટાડવા અને બોડી બનાવવા માટે ઘણી મહેનત કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો