Ranbir kapoor birthday sister riddhima kapoor sahni wishes him
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણબીર કપૂરની બહેન રિદ્ધિમાએ ભાઈને કર્યું બર્થડે વિશ, ગર્લફ્રેન્ડ સાથે જોધપુરમાં કરશે સેલિબ્રેશન

રણબીર કપૂરની બહેન રિદ્ધિમાએ ભાઈને કર્યું બર્થડે વિશ, ગર્લફ્રેન્ડ સાથે જોધપુરમાં કરશે સેલિબ્રેશન

 | 10:27 am IST
  • Share

  • રણબીરનો હેપ્પી બર્થડે
  • બહેન રિદ્ધિમાએ ખાસ અંદાજમાં કર્યુંવિશ
  • આલિયા સાથે જોધપુરમાં કરશે બર્થડે સેલિબ્રેટ

એક્ટર રણબીર કપૂર 28 સપ્ટેમ્બરે એટલે કે આજે 39મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ સ્પેશ્યલ ડે પર રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ ભાઈની સાથે કેટલાક થ્રોબેક ફોટોઝ શેર કરીને તેને વિશ કર્યું છે. રિદ્ધિમાએ એક ફેમિલિ ફોટો શેર કર્યો છે જેમાં તેમની માતા નીતૂ કપૂર, દીકરી સમાયરા અને રણબીરની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે.

રિદ્ધિમાએ ફોટો શેર કરવાની સાથે લખ્યું આવું


રણબીર સાથેના આ ફોટોને શેર કરીને રિદ્ધિમાએ ભાઈને એક ખાસ નિકનેમ આપ્યું. તેણે લખ્યું કે મારા રોકસ્ટાર ભાઈને, તને જન્મદિવસની ઘણી શુભકામનાઓ. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ. આ સાથે રિદ્ધિમાએ ભાઈના વખાણ કરતાં ટેગ કરીને લખ્યું કે #youngerbutwiser એટલે કે તેનાથી ઉંમરમાં નાનો છે પણ સમજદાર છે.

રણબીરના રિલેટિવનો પણ બર્થડે

રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરી પર પણ રણબીરની સાથે અનેક ફોટો શેર કર્યા છે. જેમાં એક્ટર બર્થડે કેપ પહેરેલા જોવા મળી રહ્યા છે. 28 સપ્ટેમ્બરે રણબીરની ફોઈ રીમા જૈનનો પણ જન્મદિવસ છે. રિદ્ધિમાએ રીમા જૈનની સાથે પણ ફોટો શેર કરીને તેમને પણ વિશ કર્યું છે.

ગયા વર્ષે પણ આલિયા અને પરિવાર સાથે મનાવ્યો હતો જન્મદિવસ

ગયા વર્ષે પણ રણબીરે પોતાનો બર્થડે ફેમિલિ સાથે મનાવ્યો અને આલિયાએ રણબીરના બર્થડેના ફોટો શેર કર્યા હતા જેમાં એક્ટર પોતાની માતા નીતૂ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સાહનીની સાથે લંચ કરતા જોવા મળી રહ્યા છે. તો આલિયાની સાથે તે 2 બર્થ ડે કેકની સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

બર્થડેના એક દિવસ પહેલા જોધપુર પહોંચ્યા રણબીર

ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર બર્થડેના એક દિવસ પહેલા ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સાથે જોધપુર નીકળી ગયા હતા. જોધપુર એરપોર્ટથી બંને સેલેબ્સના ફોટો વાયરલ થયા હતા. આ સાથે લોકોએ અંદાજ લગાવ્યો કે રણબીરના બર્થડેને ખાસ રીતે આલિયા સાથે ઉજવવા તેઓ અહીં પહોંચ્યા છે. અન્ય એક ચર્ચા એ પણ છે કે તેઓ જોધપુરમાં પોતાના વેડિંગ વેન્યૂની શોધમાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો