Entertainment Ranbir kapoor film release can be extended
  • Home
  • Entertainment
  • Bollywood
  • 2020માં ક્રિસમસ પર રિલીઝ થશે આમિર ખાનની આ ફિલ્મ, રણબીરની ફિલ્મ સાથે ટક્કર અટકી

2020માં ક્રિસમસ પર રિલીઝ થશે આમિર ખાનની આ ફિલ્મ, રણબીરની ફિલ્મ સાથે ટક્કર અટકી

 | 12:03 pm IST

અભિનેતા રણબીર કપૂરે સંકેત આપ્યા છે કે લવ રંજનના નિર્દેશનમાં બનેલી ફિલ્મની રિલીઝ તારીખ ફરી એકવાર વધારી દેવામાં આવી છે. કેમકે અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવા થઈ રહી છે.

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ હોલીવુડ અભિનેતા ટોમ હૈક્સની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રીમેક છે. ખાને હાલમાં જ જાહેરાત કરી છે કે તેમની આ ફિલ્મ 2020માં ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે. આ સ્લોટ પહેલા રણબીરની ફિલ્મ માટે બુક કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં રણબીરની સાથે અજય દેવગન પણ છે.

રણબીરે માહિતી આપતા કહ્યુ હતુ કે, ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ પછી ‘શમશેરા’ આવશે. આ કારણે મને લાગી રહ્યુ છે કે લવ રંજનની ફિલ્મને પાછળ ઠેલવવામાં આવશે. કેમકે મારી ત્રણ ફિલ્મો એક જ વર્ષમાં રિલીઝ થાય તો દર્શકો કંટાળી જાય. એટલે હજુ આ અંગે યોજના બનાવવામાં આવી રહી છે.

હાલમાં જ અજય દેવગને કહ્યુ હતુ કે તે બોક્સ ઓફિસ પર થતી ફિલ્મોની ટક્કરથી પરિચિત નથી. અજયે કહ્યુ કે જાણકારી મળી રહી છે કે ‘અવતાર 2’ આ જ દિવસે રિલીઝ થશે. જો આવુ થશે તો અમારે બંનેએ ફિલ્મની રિલીઝની તારીખ બદલવી પડશે. કેમકે ‘અવતાર 2’ ખુબજ મોટી ફિલ્મ છે.

હવે ફરી કઈ તારીખ ફિલ્મ માટે નક્કી થશે તે તો આવનારો સમય બતાવશે. જો કે આટલી મહેનત મોટા બજેટ અને દિગ્ગજ સ્ટાર કાસ્ટ વાળી ફિલ્મો રિલીઝ ડેટ પર ટકરાય તો સ્વાભાવિક છે તેની અસર પડે આથી કોઈ ફિલ્મ મેકર ન ઈચ્છે કે તેમની ફિલ્મો ટકરાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન