મીડિયાની સામે આલિયાને લઈને આવો પ્રોટેક્ટિવ જોવા મળ્યો રણબીર, જુઓ Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મીડિયાની સામે આલિયાને લઈને આવો પ્રોટેક્ટિવ જોવા મળ્યો રણબીર, જુઓ Video

મીડિયાની સામે આલિયાને લઈને આવો પ્રોટેક્ટિવ જોવા મળ્યો રણબીર, જુઓ Video

 | 7:06 pm IST

એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના રિલેશનને લઈને ઘણી વાતો સામે આવે છે. આલિયાએ આ બાબતને લઈને અત્યાર સુધી ચુપ્પી લાગાડી છે, અને રણબીર આ એક્સેપ્ટ કરી ચુક્યો છે કે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની કો-સ્ટાર સાથે રિલેશનશિપમાં છું.

એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા રણબીરે કહ્યું હતું કે તેમનો અને આલિયાનું રિલેશન નવું છે. આલિયા અને રણબીર એક-બીજાના પેરેન્ટ્સને પણ મળી ચુક્યા છે.

રણબીર હાલમાં આલિયાના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તેમણે મહેશ ભટ્ટ સાથે મુલાકાત કરી હતી. એવા પણ સમાચાર આવી રહ્યા છે કે નીતુ કપૂર અને ઋષિ કપૂરને આલિયા ખૂબ પસંદ છે. નીતુ કપૂર ઘણી વાર મીડિયા પર આલિયાની પ્રશંસા કરતી જોવા મળી છે. હાલમાં ‘રાઝી’ની એક્ટ્રેસે પણ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા તેમને વિશ કર્યું હતું.