ranbir kapoor singing bhajan in front of mata ki chowki video
  • Home
  • Featured
  • નવરાત્રિ સમયે અભિનેતા રણબીર કપૂર રંગાયો ભજનન રંગમાં, નીતૂ કપૂરે શેર કર્યો અદ્ભૂત વીડિયો

નવરાત્રિ સમયે અભિનેતા રણબીર કપૂર રંગાયો ભજનન રંગમાં, નીતૂ કપૂરે શેર કર્યો અદ્ભૂત વીડિયો

 | 4:57 pm IST

રણબીર કપૂર(Ranbir Kapoor)ની મમ્મી નીતૂ કપૂર(Neetu Kapoor) સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તે અવાર નવાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હવે નવરાત્રિ(Navratri) ના સમયે તેણે રણબીર કપૂર(Ranbir Kapoor)નો એક વીડિયો શેર કર્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. નીતૂએ જે વીડિયો શેર કર્યો એમાં જોઈ શકાય છે કે રણબીર(Ranbir Kapoor) પોતાના હાથમાં ગિટાર લઈને માતાના સ્થાનમાં ભજન ગાઈ રહ્યો છે.

રણબીર કપૂર(Ranbir Kapoor)નો આ વીડિયો શેર કરતાં મમ્મી નીતૂ કપૂરે લખ્યું: “જય માતા દી”. નવરાત્રિ(Navratri) નિમિત્તે રણબીર કપૂર(Ranbir Kapoor)નો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો જોઈને ચાહકોની સાથે સાથે સેલેબ્સ પણ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો ક્લિપ ફિલ્મ ‘રોકસ્ટાર’ની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન