ranbir talk about banaras and narendra modi during brahmastra shoot
  • Home
  • Entertainment
  • Bollywood
  • વારાણસીમાં આટલો બદલાવ જોઈને હેરાન થયો રણબીર, PM મોદીના કર્યા વખાણ

વારાણસીમાં આટલો બદલાવ જોઈને હેરાન થયો રણબીર, PM મોદીના કર્યા વખાણ

 | 5:32 pm IST

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને હિરોઈન આલિયા ભટ્ટ પોતાની આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરવા માટે હાલમાં બનારસ છે. નાગાર્જુન અને મૌની રોય પણ તેની સાથે જોવા મળી રહ્યાં છે. શુટિંગ વખતે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં દરેક બોલિવૂડ સ્ટારે પોતાનાં બનારસનાં અનુભવો શેર કર્યા હતા.

ત્યાનાં લોકલ રિપોર્ટ પ્રમાણે રણબીર કપૂરે બનારસનાં બદલાવને લઈને કહ્યું કે, બનારસ ખુબ બદલી ગયું છે, કચરો સાફ થઈ ગયો છે. ગંગાની સાફ સફાઈ થઈ છે. આ બધી વાતનો ક્રેડિટ મોદીજીને આપવો પડશે. મોદીજી માટે ઘણો પ્રેમ છે કે જે મુંબઈમાં જોવા નથી મળતો. તેમનાં માટે લોકોનો ભાવનાત્મક પ્રેમ છે કે જે મુંબઈમાં બેઠા બેઠા નથી જોઈ શકાતો.

ઉલ્લેખનીય છે કે મોદી વારાણસી સીટ પરથી લોકસભાનાં સાંસદ છે. રણબીરે કહ્યું કે, બનારસના રસ્તા હોય કે પછી એરપોર્ટનાં રસ્તા બધુ બદલાયું છે. ત્યારબાદ આલિયાએ પણ બનારસ વિશે કહ્યું કે, અમે વાતાવરણમાં પ્રવેશ કરી ચૂક્યાં છીએ. પુરી રીતે પ્રવેશ કરી ગયા છીએ. અહીંનુ વાતાવરણ ખુબ સારૂ છે. બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન પણ કર્યા. જ્યારે આલિયાને રણબીરનાં અફેર પર સવાલ કર્યો તો કશો જવાબ ન આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન