NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2000 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરીનાના દીકરા વિશે રણબીરે કરી દીધી માનવામાં ન આવે એવી વાત

કરીનાના દીકરા વિશે રણબીરે કરી દીધી માનવામાં ન આવે એવી વાત

 | 4:04 pm IST

ફિલ્મની દુનિયામાં લોકો એટલા વ્યસ્ત હોય છે કે પોતાના સંબંધીઓ માટે પણ ટાઈમ નથી મળી શકતો. આવું જ કંઈક થયું એક્ટર રણબીર કપૂરની સાથે. રણબીર એટલો વ્યસ્ત રહે છે કે તે પિતરાઈ બહેન કરીના કપૂરના દિકરા તૈમૂરને પણ ઓળખી ન શક્યો.

પોતાની નેક્સ્ટ ફિલ્મ જગ્ગા જાસૂસના પ્રમોશનમાં ખૂબ વધુ વ્યસ્ત ચાલી રહેલા રણબીરે આ વાતનો ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ જગ્ગા જાસૂસ માટે એક પ્રમોશન ઇવેન્ટ દરમિયાન રણબીરે કહ્યું કે ‘તૈમૂર જ્યારે 3 મહીનાનો હતો ત્યારે હું તેને મળ્યો હતો. તેનો અત્યારનો ફોટો જોઈને હું તેને ઓળખી નહિ શક્યો. તૈમૂરની ખુબસુરતી તેમના પેરેન્ટ્સની ગિફ્ટ છે.’

રણબીર આજકાલ નિર્દેશક રાજકુમાર હિરાનીની સાથે સંજય દતની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે.