Dwarka: Ranchodji maharaj temple where krishna stayed after run away form war site
  • Home
  • Astrology
  • યુદ્ધમેદાન છોડીને ભાગવા બદલ કૃષ્ણ કહેવાયા રણછોડ

યુદ્ધમેદાન છોડીને ભાગવા બદલ કૃષ્ણ કહેવાયા રણછોડ

 | 7:05 pm IST

ગુજરાતમાં દ્વારકામાં આવેલા જગત મંદિરમાં કે જ્યાં દ્વારકાધિશ બિરાજે છે તે સિવાય કૃષ્ણનું એક અન્ય ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિર રણછોડરાય મંદિર તરીકે વિખ્યાત છે. પૌરાણિક કથાઓ અનુસાર જરાસંધ સાથે યુદ્ધ દરમિયાન મેદાન છોડીને ભાગેલા કૃષ્ણ આ સ્થાન પર પહોંચ્યા હતા. આ સ્થળે વિરાટ રણછોડજી મહારાજ મંદિર નિર્માણ પામ્યું છે.

ગોમતી તટે આવેલા આ મંદિરની દક્ષિણે પાંચ કૂવા છે. નિષ્પાપ કુંડમાં નાહીને પછી અહિં આવનારા આ પાંચેય કૂવાના પાણીથી કોગળા કરીને પછી રણછોડજી મંદિરમાં પ્રવેશ કરી શકે છે. રણછોડજીનું મંદિર દ્રારકામાં સૌથી મોટું અને સૌથી સુંદર માનવામાં આવે છે. પણ મેદાન છોડીને અહિં આવેલા કૃષ્ણને અહિં રણછોડજી કહેવામાં આવે છે. મંદિર પ્રવેશ કરતાંજ સામે ચાર ફૂટ ઉંચી કૃષ્ણની ભવ્ય પ્રતિમા છે. જે ચાંદીના સિહાસન પર બિરાજમાન છે. આ મૂર્તિ કાળા પત્થરમાંથી બનાવાયેલી છે. જેમાં હીરા મોતીથી ભગવાનની આંખો બનાવવામાં આવી છે. મૂર્તિ પર એટલો શ્રૃંગાર કરવામાં આવે છે બસ તેના પરથી નજર હઠે જ નહિં. મૂર્તિને સોનાની 11 માળાઓ ગળામાં પહેરાવવામાં આવેલી છે. મૂર્તિને કીમતી પીળા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. આ રીતે આ ભગવાન અતિ નયનરમ્ય છે. તેમના ચારેય હાથમાંથી એકમાં શંખ, બીજામાં સુદર્શન ચક્ર, ત્રીજામાં ગદા અને ચોથામાં કમળનું ફૂલ શોભાયમાન છે. માથા પર સોનાનો મુગટ છે.

લોકો મંદિરમાં દર્શન કરીને પરિક્રમા કરે છે. એના પર ફૂલ અને તુલસીદળ અર્પણ કરે છે. મંદિરની ચોખટ પર ચાંદીના પતરા મઢેલા છે.  શિલિંગમાં કીમતી શોપીસ લટકે છે. આ મંદિર સાત માળનું છે તેના પહેલા માળ પર માતા અંબાજીનું મંદિર છે. કૂલ મળીને આ મંદિર 140 ફૂટ જેટલું ઉંચું છે.

આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં ડબલ દિવાલો છે. બંને દિવાલો વચ્ચે જગ્યા છે. આ જગ્યામાં પરિક્રમા કરવામાં આવે છે. રણછોડજી મંદિરની સામે જગમોહન મંદિર આવેલું છે જેના પાંચ માળ છે. તેમાં 60 સ્તંભ છે. તેની પણ ડબલ દિવાલો આવેલી છે. તેમાં પણ બે દિવાલો વચ્ચે જગ્યા છોડવામાં આવી છે. રણછોડજી પછી આ મંદિરની પરિક્રમા કરવામાં આવે છે.

સાંભળવામાં અજીબ લાગે કે ખુદ ભગવાન થઈને શત્રુનો મુકાબલો ન કરીને મેદાન છોડીને ભાગી ગયા. હકીકત એ છે કે મગધના શાસક જરાસંધે જ્યારે કૃષ્ણને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે કૃષ્ણ સમજી ગયા કે જરાસંધનો મથુરામાં સામનો કરવો એમાં સમજદારી નથી. તેથી તેમણે પોતે જ નહિં જ પોતાના ભાઈ બલરામ અને સમસ્ત પ્રજાજન સહિત તે સ્થળને છોડી દેવાનો નિર્ણય કર્યો. એ પછી બધાંજ દ્વારકા તરફ વધવાં લાગ્યા. મેદાનમાંથી ભાગતા કૃષ્ણને જોઈને જરાસંધે તેમને રણછોડ નામ આપ્યું. બહુંજ દૂર સુધી ચાલ્યા પછી કૃષ્ણ અને બળરામ આરામ કરવા માટે પ્રવર્શત પર્વત પર રોકાયા. આ એ જગ્યા હતી જ્યાં હમેંશા વરસાદ થતો રહેતો હતો. ત્યારે જરાસંઘે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે એ પર્વતને આગ લગાડી દેવામાં આવે. ત્યારે 44 ફૂટ ઉંચા સ્થાન પરથી કૂદીને ભગવાને દ્રારકામાં પ્રવેશ કરીને નવી નગરી વસાવી. પણ એ પહેલાં જે સ્થાન પર તેઓ રોકાયા તે રણછોડજી મહારાજના સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું. તે જ સ્થાને કાળકર્મે આ મંદિર બન્યું.