Ranchi : Being a Husband between 2 Wives you are Shocked to kno that such a Solution is Done
  • Home
  • India
  • બે પત્નીઓએ પતિ સાથે સુવા માટે કર્યો અનોખો કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ તુટતા થઈ જોયા જેવી

બે પત્નીઓએ પતિ સાથે સુવા માટે કર્યો અનોખો કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ તુટતા થઈ જોયા જેવી

 | 7:49 pm IST

લગ્ન બાદ પતી અને પત્નીના અફેરની ઘટનાઓ તો અવાર નવાર ધ્યાને આવે છે. તેવી જ રીતે એક પતિને બે પત્નીઓ હોવાના પણ ઘણા કિસ્સા છે. પરંતુ બંને પત્નીઓ વચ્ચે પતિ સાથે સુવાના કોન્ટ્રાક્ટ થયા હોય તેવી પહેલી ઘટના સામે આવી છે.

આ કિસ્સો ઝારખંડનો છે. અહીં એક પતિનો બે પત્નીઓ સાથે 3-3 દિવસ સાથે રહેવાનો કોન્ટ્રેક્ટ તૂટતા બીજી પત્ની પોલીસ સ્ટેશન પહોચી હતી. મહિલાએ કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પોલીસ સ્ટેશનથી નહીં જાઉં. આ ઘટના ઝારખંડના રાંચી શહેરની છે.

રાંચીમાં રહેતા રાજેશ કુમાર નામના આ શખ્સે પોતાની પ્રથમ પત્ની હોવા છતાં બીજી મહિલા સાથે સબંધ બાંધ્યા અને ત્યારબાદ તેમની સાથે લગ્ન કર્યા. પહીલી પત્નીનો વિરોધ અને બીજી પત્ની પોલીસ સ્ટેશન પહોચતાં એક અલગ પ્રકારનો ઉકેલ લાવ્યા. પહેલી પત્ની અને બીજી પત્નીએ પતિની સાથે રહેવા એક કિમીયો શોધી કાઢ્યો હતો. જે અંતર્ગત બંને પતિ સાથે અઠવાડિયામાં 3-3 દિવસ રહેશે. આ માટે બંને પત્નીઓએ કોન્ટ્રાક્ટ કર્યો હતો.

આ વૈકલ્પિક વ્યવસ્થા થોડો સમય બરાબર ચાલી. પરંતુ એક પત્નીએ આ કોન્ટ્રાક્ટ તોડતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બીજી પત્ની પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેસી ગઈ હતી. તેણે ન્યાય ના મળે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાંથી ઘરે ના જવાની હઠ પકડી હતી.

આ વીડિયો પણ જુઓ : PMએ પરીક્ષા પર ગુજરાતના 7 બાળકો સાથેે વાત કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન